તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કેમ્પ એરિયામાં અરજી કર્યાનું મનદુખ રાખી ચાર શખ્સો દ્વારા યુવાનની હત્યાનો પ્રયાસ

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભુજિયા રીંગ રોડ પર રૂપિયા આપવાની ના કહેતા યુવકને શખ્સે છરી ઝીંકી

ભુજના કેમ્પ એરિયાના ડીપી ચોક અને ભુજીયા રીંગ રોડ પર હુમલાના અલગ અલગ બે બનાવમાં બે યુવકોને ધારીયા, છરી અને લાકડીથી ઇજા પહોંચાડાતાં બન્ને ઘાયલોને જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. તો, પોલીસે બને ઘટનામાં 5 આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ કેમ્પ એરિયામાં ડીપી ચોકમાં રહેતા અને મજુરી કામ કરતા સલીમ મામદ કુંભાર (ઉ.વ.30)એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સાજીદ સતાર નોડે, રજાક રફીક રાયમા, નિઝામ બકાલી, અને નજીદ નોડે રહે ચારેય કેમ્પ એરિયા વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ અગાઉ આરોપીઓની વિરૂધમાં અરજી કરી હોઇ આરોપીઓએ તેનું મનદુખ રાખીને ડીપી ચોક વિસ્તારમાં ફરિયાદી પર સાજીદ નોડે ધારિયાથી વાર કરી હાથમાં ઇજા પહોંચાડી હતી. તો, અન્ય ત્રણ આરોપીઓએ લાકડીથી પગ હાથ અને ખભાના ભાગે માર માર્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં કેમ્પ એરિયાના જેષ્ઠાનગરમાં રહેતા હુશેન હમીરભાઇ હાલેપોત્રાએ અસ્પાક અબુલ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી અસ્પાકે ફરિયાદી પાસેથી ઉછીના રૂપિયા 500 માગ્યા હતા. ફરિયાદીએ ના કહેતા આરોપી અસ્પાકે ફરિયાદીને હાથના ભાગે છરી મારી ઇજા પહોંચાડી હતી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ પીએસઆઇ વી.આર. ઉલવાએ હાથ ધરી છે.

કેમ્પ અરિયામાં એક વીકમાં જીવલેણ હુમલાના 5 બનાવથી લોકોમાં ઉચાટ
કેમ્પ એરિયો અસમાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેમ અહીં અનેક ગુનાહિત પ્રવુતિઓ બેફામ થઇ રહી છે. તો, છેલ્લા એક અઠવાડીયામાં જીવલેણ હુમલાના અલગ અલગ પાંચ બનાવો બન્યા છે. તાજેતરમાં ધારિયા તલવારથી થયેલા જીવલેણ હુમલાના બનાવમાં અમુક શખ્સો અગાઉના હત્યાના કેસના આરોપીઓ હોવાનું સુત્રોમાંથી બહાર આવ્યું છે.

કેમ્પ એરિયામાં બનેલા હુમલમાં અલગ અલગ બે બનાવમાં ઘાયલ થયેલ બે યુવકોને ગંભીર ઇજાઓને કારણે વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હોવાનું માહિતગારોએ જણાવ્યું હતું. આમ અસમાજિક તત્વો દ્વારા એક અઠવાડીયામાં પાંચ-પાંચ ધાતક હુમલાના બનાવને અંજામ અપાતા અહીંના રહેવાસીઓમાં ભારે ઉચાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...