તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલ્લેઆમ લુખ્ખાગીરી:ગાંધીધામ નજીક ફરજ પરના ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ ઉપર છરી વડે હુમલાનો પ્રયાસ, આરોપીની અટક

ભુજ8 દિવસ પહેલા
  • ગાંધીધામના ગળપાદર ઓવરબ્રિજ પાસે આરોપીએ ટ્રાફિક પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો

પંચરંગી શહેર ગાંધીધામ વિસ્તારમાં અનેક માથાભારે શખ્સો પોતાનો રુઆબ વધારવા ગેર કાયદે કામ કરતા અચકાતા નથી. અને ખુલ્લેઆમ લુખ્ખાગીરી કરતા નજરે ચડતા હોય છે. આવાજ એક સરફીરા શખ્સે પોલીસ પર છરી વડે હુમલાનો પ્રયાસ કરી , દાદાગીરી બતાવી હતી. પરંતુ બાહોશ પોલીસ કોન્સ્ટેબલે ગભરાયા વગર તેના સામે હિંમતપૂર્વક સામનો કર્યો હતો, અને ઝનૂની ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી, કાયદાનો પરચો બતાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો હાલ સોશિયલ મોડિયા પર વાયરલ થવા પામ્યો છે.

ગાંધીધામ બી. ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ભચાઉ તરફના ધોરીમાર્ગ પરના ગળપાદર ઓવરબ્રિજ નીચે પોલીસ અને જીઆરડીના જવાનો સહિતનો સ્ટાફ વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન મીઠી રોહરના સિકંદર સોઢા નામના શખ્સની પોલીસ અને જીઆરડીના જવાન સાથે બોલાચાલી થઈ હતી. આ બનાવ દરમ્યાન આરોપી ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી કાઢીને ફરજ પરના ટ્રાફિક પોલીસ કોસ્ટબલ વનરાજસિંહ જાડેજા ઉપર હુમલો કરવા ઘસી આવ્યો હતો. પરંતુ સદનસીબે અન્ય લોકોએ દરમ્યાનગીરી કરીને આ હુમલાખોરને રોક્યો હતો. સામે પોલીસ જમાદાર પણ ગભરાયા વગર અડગ ઊભા રહ્યા હતા. આરોપી વિરુદ્ધ ફરજમાં રુકાવટ કર્યાનો ગુન્હો ગંધીધામ બી ડિવિઝન મથકે નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...