ક્રાઇમ:કોડકીમાં સગીરાને સોનાની ચેઇન આપવાની લાલચે શખ્સનો લાજ લેવાનો પ્રયાસ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનકુવા પોલીસે આરોપી વિરૂધ પોક્સોની કલમ તળે નોંધ્યો ગુનો

ભુજ તાલુકાના કોડકી ગામે સગીરાને સોનાની ચેઇન આપવની લાલચ આપી ગામના જ શખ્સ દ્વારા અવાર નવાર રસ્તે રોકીને લાજ લેવાનો પ્રયાસ કરનારા શખ્સ વિરૂધ માનકુવા પોલીસ મથકમાં પોક્સોની કલમ તળે ગુનો નોંધાવવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કોડકી ગામે રહેતી ભોગ બનાર સગીર કન્યાના માતાની ફરિયાદ પરથી પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, બનાવ આજથી છ મહિના દરમિયાન બન્યો છે.

કોડકી ગામે રહેતા આરોપી મામદ જુશા મેર નામના શખ્સે ફરિયાદીની સગીર વયની દિકરી હોવાનું જાણતો હોવા છતાં છેલ્લા છ મહિનાથી સગીર કન્યનો અવાર નવાર પીછો કરી રસ્તા પર રોકીને બિભત્સ માગણી કરી સોનાની ચેઇન આપવાની લાલચ આપી ફોર્સ કરી ઘાક ધમકીથી શરીર સબંધ બાંધવા મજબુર કરતો હોઇ આ અંગે ભોગબનાર સગીર કન્યાએ તેમના માતા-પિતાને જાણ કરતાં આરોપી વિરૂધ માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. માનકુવા પોલીસે આરોપી સામે પોક્સોની કલમ તળે ગુનો નોંધીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...