તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટનો પ્રયાસ:કચ્છના અંતરજાળમાં આંગડિયા પેઢીના સંચાલક પાસેથી રૂ.1.50 લાખ લૂંટવાનો પ્રયાસ કરાયો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક પર આવેલા 2 શખ્સોએ સંચાલકની આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટનો પ્રયાસ કર્યો હતો

પૂર્વ કચ્છના આદિપુર પાસે આવેલા અંતરજાળ ગામે ગત રાત્રે આંગડિયા પેઢીના સંચાલકની કાર આડે બે શખ્સોએ બાઈક ઉભી રાખી આંખમાં મરચાની ભૂકી છાંટીને કારમા સાથે રહેલા રૂ.1.50 લાખની રોકડ લૂંટવા પ્રયાસ કર્યો હતો અલબત્ત સંચાલકે બુમાબુમ કરતા લૂંટારુઓ નાશી ગયા હતા.

બનવવની પ્રાપ્ત માહિતી અનુસાર અંતરજાળના તિરૂપતિનગર - 2 ખાતે રહેતા આંગડિયા પેઢીના સંચાલક દિનેશ રતિલાલ ઠકકર ગત રાત્રે પોતાના ઘરે જતા હતા ત્યારે ઘર પાસેની ગલીમાં બે બાઈકસવારોએ તેમની કાર આગળ બાઈક ઉભી રાખી એક શખ્સે પાસે આવીને આંખમાં મરચાની ભૂકી છાંટી દેતા સંચાલકે બુમાબુમ કરી મૂકી હતી, જેના પગલે લૂંટારુઓ બાઈક પર નાશી ગયા હતા. બનાવની જાણ પોલીસ મથકે કરતા પીએસઆઇ તિવારીએ લૂંટના પ્રયાસના ગુન્હા હેઠળ આગળની તપાસ હાથ ધરી છે

ઉલ્લેખનીય છે કે, એક માસની 22 તારીખના રોજ અંજારના આંગડિયા પેઢીના સંચાલક પાસેથી ચોરીની બાઈક સાથે આવેલા બે શખ્સોએ રૂ 62 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી સંચાલકની કારમાં ફરાર થઈ ગયા. એ ગુનો હજુ સુધી ડીટેકટ છે ત્યારે એજ પ્રમાણે ફરી લૂંટનો પ્રયાસ અંજાર નજીકના અંતરજાળમાં બનતા લોકોમાં ભયનો માહોલ ખડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...