તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:બાગમાં પ્રૌઢને અકળ કારણે ધારીયું મારી હત્યાનો પ્રયાસ ,મારામારીના 5 બનાવોમાં 7 લોકોને ઇજા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભુજમાં દેવામાં ડુબેલા બનેવીએ સાળાને પૈસા મુદે તલવારથી વાર કર્યા
  • કુલ 17 લોકો સામે ગુના નોંધાયા

કચ્છના માંડવીના બાગ ભુજ,ખાવડા,અબડાસાના વાયોર અને રાપર તાલુકાના પલાંસવામાં મારા મારા મારી હુમલાના અલગ અલગ 5 બનાવોમાં 8 લાકો ઘાયલ થયા હતા જ્યારે 15 વ્યક્તિઓ સામે ગુનોં નોંધવામાં આવ્યો હતો.

માંડવીના બાગ ગામે જામોતર ફળિયામાં બાઇક પર બેસીને મોબાઇલ પર વાત કરી રહેલા નૂરમામદ ઓસમાણ સુમરા (ઉ.વ.45)ને પાછળથી આવીને કોઇ પણ વાત કર્યા વગર મામદ ભચુ સુમરા રહે બાગ ગામના શખ્સે ધારિયાનો માથા પર ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘાયલ પ્રૌઢને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

માંડવી પોલીસે હુમલો કરનાર આરોપી વિરૂધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી લેવા ચક્રોગતીમાન કર્યા છે. તો, ભુજના કેમ્પ એરિયામાં જેષ્ટાનગરમાં રહેતા સીકંદર ઇબ્રાહિમ બાફણ (ઉ.વ.ઉ.વ36) કેમ્પ એરિયામાંથી પેરેડાઇઝ હોટલ તરફના માર્ગ પર જઇ રહ્યો હતા ત્યારે તેમના બનેવી મજીદ રમજાન મોગલ જોઇ જતાં તલાવર લઇ પાછળ દોડ્યો હતો. અને સાડાને તલવારના ઘા મારી ઇજા પહોંચાડી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે, તેમનો બનેવી દેવામાં આવી ગયો હોઇ વારંવાર રૂપિયાની માગણી કરતો હતો. અને ઘરે રૂપિયા લેવા આવ્યો હતો. રૂપિયાની ના કહેતા તેણે તલવારથી વાર કરી ઇજા પહોંચાડી હતી.

ખાવડામાં મહિલા સહિત 3 જણા પર પાંચ શખ્સનો છરી કુહાડીથી હુમલો
ભુજ તાલુકાના મોટા દિનારા ગામનો નવાબ મુકીમ સમા (ઉ.વ.18) સવારે ખાવડા ખરીદી કરવા ગયો હતો ત્યારે અચાનક સીધીક જુણસ સમા, અસલમ જુણસ સમા નામના બે યુવકે છરીથી હુમલો કર્યો હતો. જ્યારે અબાસ મામદ રહિમ સમા અને જુબેદાબેન મુકીમ સામા ધરે હતા ત્યારે તેમના ઘરે જઇને હનીફ જુણસ સમા, નઝર અજીજ સમા, ઇબ્રાહિમ અબ્દુલ કરીમ સમાએ લોખંડના પાઇપ અને કુહાડીથી હુમલો કરતાં ત્રણેય જણાઓ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

ધારેશીના યુવાનને વાયોર બોલાવી ચાર યુવાને કર્યો કુહાડીથી હુમલો
લખપત તાલુકાના ધારેશી ગામે રહેતા અશોક જયંતિભાઇ કોલી (ઉ.વ.26) નલિયાથી ઘરે આવતો હતો ત્યારે આરોપી સુરેશ હીરજી કોલીએ ફોન કરીને વાયોર બોલાવ્યો હતો. અશોક વાયોર જતાં ત્યાં સુરેશ તથા તેના ભાઇ અનિલ હીરજી કોલી, સુરેશ ઉમર કોલી અને નવીન ઉમર કોલી નામના ચાર શખ્સોએ કુહાડી હુમલો કરીને ઇજા પહોંચાડતાં વાયોર પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ટોલનાકાના છ જણાએ પલાંસવાના યુવાનને માર માર્યો
રાપર તાલુકાના પલાંસવાના બાયડવાસમાં રહેતા 40 વર્ષીય પરેશ બાબુભાઇ દવે નામના વ્યક્તિ પર મનદુખ રાખીને રવિવારે સાંજે સાડા છ વાગ્યે ગામના બસ સ્ટેશન પાસે ભરતભાઇ બાઉભાઇ સોલંકી, ટોલનાકાના ગઢવીભાઇ અને તેમની સાથે આવેલા ચાર અજાણ્યા ઇસમોએ ધારિયા સાથે આવી ધારિયાના હાથા વડે માર મારી ઇજા પહોંચાડી હતી આડેસર પોલીસે આરોપી વિરૂધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...