તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો પ્રયાસ:ખેંગારબાગ અને સ્મૃતિવન વચ્ચે વધુ એક ચંદનવૃક્ષને કાપી ચોરીનો પ્રયાસ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોરોને કોણ કહે છે કે, ‘જટ જાઅો, ચંદન વૃક્ષ લાવો’!
  • ઝાડમાં અોટો કટર ફિટ કર્યા બાદ રાત વચ્ચે વૃક્ષ કપાઈ જાય!

ભુજમાં શરદબાગ, ખેંગારબાગ, સ્મૃતિવનમાંથી ચંદન વૃક્ષની ચોરીની ઘટના અવારનવાર સામે અાવે છે, જેમાં વધુ અેક ઉમેરો થયો છે. ચંદનચોરોઅે ગુરુવારે રાતથી શુક્રવારની વહેલી સવાર સુધીમાં સ્મૃતિવન અને ખેંગારબાગની વચ્ચે ઉગેલા ચંદનવૃક્ષને કાપી ચોરીનો પ્રયાસ કર્યો છે. જોકે, વૃક્ષ કપાઈ ગયું છે. પરંતુ, ચોરી કરી કોઈ ઉપાડી ગયો નથી.

પ્રાપ્ત વિગતો મુજબ ચોરો મોડી રાત્રે બેટરીવાળા અોટો કટરને વૃક્ષમાં ફીટ કરી જાય છે. ત્યારબાદ ત્યાંથી નીકળી જાય છે. જે બાદ અોટો કટરથી વૃક્ષ ધીરે ધીરે કપાતું રહે છે. અમુક સમય પછી વૃક્ષ કપાઈ જાય અેટલે વૃક્ષને માત્ર ધક્કો મારવાથી ધરાસાયી થઈ જાય છે. જોકે, ગુરુવારની રાત્રે અને શુક્રવારે વહેલી સવાર વચ્ચે અાચરાયેલા કૃત્યમાં ચોરોનો અંદાજ ખોટો પડ્યો હશે અને લોકોની અવરજવર વધી ગઈ હશે, જેથી વૃક્ષ કપાયેલી હાલતમાં જોવા મળે છે.

જે જાગૃત નાગરિકના ધ્યાનમાં અાવતા નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરને જાણ કરી હતી, જેથી નગરપતિઅે બાગ બગીચા સમિતિના ચેરપર્સન સાવિત્રીબેન જાટનું ધ્યાન દોરી પોલીસ ફરિયાદ સહિતની વિધિ કરવા કહ્યું હતું. બાગ બગીચા સમિતિના ચેરપર્સન સાવત્રીબેન જાટે બાગ બગીચા બ્રાન્ચ હેડ કિશોર જોશીને સાથે રાખી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વૃક્ષને જૈસે થે સ્થિતિમાં રાખવા સૂચના અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...