તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:રતીયાની સીમમાં RTI એક્ટિવિસ્ટ પર હુમલો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખનિજચોરીના પંચનામા સમયે મારી નાખવાની ધમકી

ભુજ તાલુકાના રતીયા ગામની સીમમાં ખાણ ખનિજ ચોરી મામલે ચાલતા પંચનામા સમયે સ્થળ પર પહોંચેલા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને કોંગ્રેસના કિશાન મોરચાના પ્રદેશ અગ્રણી એચ. એસ. આહીર પર એક શખ્સે ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં માનકુવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. ઝીંકડીના હરીશભાઇ શીવજીભાઇ આહિરે માનકુવા પોલીસ મથકમાં ભુજના ધર્મેન્દ્રસિંહ વાઘેલા નામના વ્યક્તિ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ખાણ ખનિજ વિભાગમાં ખનીજ ચોરી અંગેની લેખિત ફરિયાદ મુદે ગયા હતા ત્યારે ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું કે, હાલ રતીયા ગામની સીમમાં તેમની ટીમ તપાસ કરી રહી છે ત્યારે ફરિયાદી રતીયા સીમમાં સેવનસ્કાય પાછળ ખારી નદીના કિનારે પહોચ્યા હતા ત્યારે ખનિજ વિભાગનું પંચનામુ ચાલુ હતું અને જમીનના માલિક ગોપાલભાઇ માવજીભાઇ ગોરસીયા પાસે કામ કરતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ફરિયાદીને તુ અહિં કેમ આવ્યો છે. કહીને બીભત્સ ગાળો આપી ઝપાઝપી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માનકુવા પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો