વિવાદ:વ્યાજના રૂપિયા મુદે વેપારી પિતા-પુત્ર પર હુમલો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાપાદયાળુનગરમાં બકરી મુદે બે ભાઇઓને ત્રણ શખ્સોએ માર માર્યો

વ્યાજના વિશ ચક્રને કારણે આપઘાત સહિતના બનાવો વધી રહયા છે તે વચ્ચે ભુજના વેપારી પિતા-પુત્રને વ્યાજખોર સહિતનાઓ ધોકાથી માર મારી ઇજા પહોંચાડી હતી. તો સામે પક્ષે પણ માર માર્યાની વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી. બીજીતર અન્ય એક બનાવમાં બાપાદયાળુ નગરમાં બકરી મુદે પાડોશીએ બે ભાઇને માર મારી ઇજા પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હોસ્પિટલ રોડ પર ભાદરકા હોસ્પિટલની સામેની સોસાયટીમાં રહેતા અને જથ્થાબંધ બજારમાં ઘીનો વેપાર કરતા મોનીલભાઇ કમલેશભાઇ શાહએ નિર્ભય આહિર તથા અન્ય બે અજાણ્યા શખ્સો વિરૂધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ આરોપી નિર્ભય પાસેથી 10 ટકાના વ્યાજે બે લાખ લીધા હતા. જે ત્રણ ટુકડે રકમ ચુકવી દીધી હતી. તેમજ છતા આરોપી નિર્ભય અને તેની સાથેના અજાણ્યા બે શખ્સોએ ઘરે આવીને વ્યાજના રૂપિયા પર અલગથી પેનલ્ટી લગાવી રૂપિયા બાબતે ઝગડો કરીને ફરિયાદી ધોકાથી અને તેમના પિતા કશલેશભાઇ શાહને માર મારી ઇજા પહોંચાડી હતી.

તો, આ બાબતે નાણા ધીરનાર નિર્ભય જયપ્રકાસભાઇ આહિરે પ્રતિ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી મોનીલ શાહ પાસે રૂપિયાની માગણી કરવા જતાં મોનીલ અને તેના પિતા કમલેશભાઇએ લાકડીથી માર માર્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે. તો, બીજી તરફ ભુજના રેલ્વે સ્ટેશન પાસે આવેલા બાપાદયાળુનગરમાં રહેતા ભરતભાઇ જીવાભાઇ પરમારે પાડોશી વિક્રમભાઇ શંભાભાઇ પરમાર તથા નેમનો પુત્ર વિપુલભાઇ વિક્રમભાઇ પરમાર અને સોમાભાઇ સામાભાઇ પરમાર વિરૂધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીની બકરી આરોપીઓના ઘર પાસે પાણીના ટાંકા પર પાણી પીતી હતી ત્યારે આરોપીઓએ પથ્થરો માર્યો હતો. જે બાબતે ટોકતાં પિતા-પુત્ર સહિતના આરોપીઓએ ફરિયાદી તેના ભાઇને લાકડીથી માર મારી ઇજા પહોંચાડી હતી. પોલીસ બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...