તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભુજમાં ઉધારમાં બુટ આપવાની ના કહેતા વેપારી પર હુમલો

ભુજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઝપાઝપી કરી 30 હજારની ચેઇનની લૂંટ ચલાવી આરોપી ફરાર
 • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

ભુજના અનમરીંગ રોડ પર આવેલી રીયલ ફૂટવેર નામની દુકાનમાં ઉધારમાં બુટ માંગણી કરી વેપારી પર હુમલો કરી ગળામાંથી 30 હજારની સોનાની ચેઇન ઝુટવીને નાસી છુટેલા આરોપીને એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં જ ઝડપી લીધો હતો.પ્રાપ્ત વિગતો મુજબ બનાવ રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં અનમ રીંગ રોડ પર આવેલી રીયલ ફુટવેર નામની દુકાનમાં બન્યો હતો. સુરલભી રોડ પર અંજલીનગરમાં રીયલૃસટીમાં રહેતા અને અનમ રીંગ રોડ પર ફૂટવેરની દુકાન ચલાવતા વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દુકાને ફિરોઝ સીદી નામનો યુવાન આવ્યો હતો.

અને બુટની ખરીદી કરવી હોવાનું જણાવતાં વેપારીએ બુટ આપ્યા હતા. ત્યારે બુટના રૂપિયા પછી આપી દઇશ તેવું ફિરોઝે કહેતા ફરિયાદી વેપારીએ ઉધારમાં બુટ આપવાની ના કહેતા આરોપી ફિરોઝ ઉસ્કેરાઇ જઇને વેપારી પર હુમલો કર્યો હતો. દરમિયાન દુકાનમાં કામ કારતા લોકોએ વેપારીને માર ખાતા બચાવ્યો હતો. દરમિયાન વેપારીના ગળામાં પહેરેલી સોનાની ચેઇન કિંમત રૂપિયા 30 હજારની આરોપી ફિરોઝ ખેંચીને નાસી ગયો હતો.

ઇજાગ્રસ્ત વેપારી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ ટીમે આરોપીને રાત્રીના સવા બારે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. આરોપી વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ પીએસઆઇ વાય.પી જાડેજાએ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કે, આરોપી ફિરોઝ સીદી બે માસ અગાઉ એ ડિવિઝન પોલીસ મથકના બાઇક ચોરીના કેસમાં પણ અગાઉ પકડાઇ ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો