ક્રાઇમ:લાખોંદ ગામે દુકાન બહાર બનાવેલા ઓટલા મુદે યુવાન પર 5 શખ્સનો હુમલો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લાખોંદની મારામારીના બનાવમાં આરોપીઓને ઝડપથી પકડવાની માંગ કરવા લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા. - Divya Bhaskar
લાખોંદની મારામારીના બનાવમાં આરોપીઓને ઝડપથી પકડવાની માંગ કરવા લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા.
  • માધાપર હાઇવે પર બાઇક ચાલકને 5 જણે પાઇપથી માર માર્યો

ભુજ માધાપર હાઇવે અને તાલુકાના લાખોંદ ગામે બનેલા મારા મારીના બનાવમાં બે યુવાનો ઘાયલ થયા હતા જ્યારે દસ લોકો સામે ફરિયાદ નોંધાવાઇ હતી. લાખોંદ ગામે રહેતા અને ખેતી કરતા અશોકભાઇ સાવંતભાઇ બરાડીયા (ઉ.વ.37)ની ફરિયાદને ટાંકીને પધ્ધર પોલીસે જણાવ્યું હતું કે, હુમલાનો બનાવ રાત્રે સવા નવ વાગ્યે લાખોંદ ગામે આવેલા દાદના મંદિરના ચોકમાં બન્યો હતો. મંદિરની પાસે આવેલી દુકાન બહાર ઓટલો બનાવવાની ફરિયાદીએ ના કહેતા આરોપી જખુભાઇ હાધા હેઠડીયા, ભરતભાઇ વિરમભાઇ હેઠડીયા, સામજી ધનજીભાઇ બરાડીયા, લાલજી સામજીભાઇ બરાડીયા, હીરજીભાઇ લાલજીભાઇ બરાડીયા સહિત પાંચ આરોપી રહે તમામ લાખોંદવાળાઓએ ફરિયાદીને ગડદાપાટુનો મારમારછને આરોપી સામજી ધનજી બરાડીયાએ માથામાં પથ્થર માર્યો હતો. અને લાલજી સામજી બરાડીયાએ છાતીના ભાગે બટકું ભરી ઇજા પહોંચાડી હતી.

પધ્ધર પોલીસે આરોપીઓ વિરૂધ રાયોટીંગની સહિતની કલમ તળે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.તો, બીજી તરફ માધાપર હાઇવે પર મીત ક્રેન પાસે બોપરે દોઢ વાગ્યે બનેલા બનાવમાં ભુજના ભીડ નાકા બહાર ચાંદ ચોકમાં રહેતા ઇરફાન જુસબ બાયડ (ઉ.વ.35) પોતાની બાઇક પર કાસમશા પીરની દરગાહ પર નમાઝ પઢવા જતો હતો ત્યારે હનીફ મમણ ઉર્ફે અભાડો, મહમદ હનીફ આદમ મમણ, તથા અન્ય ત્રણ ઇસમોએ જાનથી મારી નાખવાના ઇરાદે પાઇપથી પગના ભાગે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં ઘાયલ ઇરફાનને તેના ભાઇ જાવેદ જુસબ બાયડે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ફતેહગઢમાં સામાન્ય મુદ્દે વૃધ્ધને છરી ઝીંકાઇ
રાપર તાલુકાના ફતેહગઢમાં રહેતા 58 વર્ષીય ખેતમજૂર દામાભાઇ ગોવાભાઇ રાઠોડ તેમના પત્ની સોનીબેન અને પુત્ર અરવિંદ મોટેથી પારીવારીક ચર્ચા કરી રહ્યા હતા ત્યારે બાજુમાં રહેતા અમરાભાઇ ધનાભાઇ રાઠોડ અને તેમના પત્ની જમણીબેન બન્ને તેમની પાસે આવ્યા હતા અને મોટેથી કેમ બોલો છો ? રામદેવપીરના ઓટલે બેસીને પણ મોટેથી વાતો કરો છો કહેતાં દામાભાઇએ અમે ઘરે વાતો કરીએ છીએ કહેતાં ઉશ્કરેાયેલા બન્ને પતિ-પત્નીએ ભૂંડી ગાળો આપી અમરાભાઇએ ભેઠમાંથી છરી કાઢી અરવિંદને મારવા જતાં તેઓ વચ્ચે આવી ગયા હતા. જેમાં પીઠમાં છરી વડે ઇજા પહોંચી હતી. આડેસર પોલીસે બનાવની નોંધ લઇને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...