તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુંદ્રા પોલીસ કાસ્ટોડિયલ ડેથ મામલે ફરાર પોલીસ કર્મીને એટીએસની ટીમે બનાસકાંઠાથી ઝડપી પાડ્યો

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કસ્ડીમાં ઢોર માર મારતા બે યુવાનોનું મોત નિપજ્યું હતું
  • આરોપીઓને સહારો આપવામાં એલસીબીના ક્રમચારીની પણ કરાઇ હતી ધરપકડ

મુંન્દ્રા તાલુકાના સમાઘોઘા ગામે કસ્ટોડિયલ ડેથમાં બે યુવાનોના મોતના ચકચારી પ્રકરણમાં ફરાર પોલીસ કર્મચારી પોતાના વતન બનાસકાંઠાથી પકડાયો છે. એટીએસની ટીમે બાતમી મેળવી થરાદથી ઝડપી ભુજ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જોકે, આ કેસના હજુ પાંચ આરોપી ફરાર છે.

શરૂઆતમાં બે આરોપી પકડાયા હતા
પોલીસે સમાઘોઘામાં રહેતા ત્રણ ગઢવી યુવાનોને પોલીસે ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેમને ઢોર માર મારવામાં આવતા એક યુવાનનું મોત નિપજ્યું હતું અને બાદમાં બીજા યુવાને પણ દમ તોડયો હતો. શરૂઆતમાં તત્કાલિન પીઆઇ અને એક જીઆરડી જવાનની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહીલ, જયદેવસિંહ ઝાલા, અશોક કનાડ, કપીલ દેસાઇ, ગફુરજી ઠાકોર અને માજી સરપંચ જયવીરસિંહ જાડેજા સામે પણ પાછળથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

એટીએસની ટીમે આરોપીની અટકાયત કરી આગળની તજવીજ હાથ ધરી
પ્રથમ બે આરોપી પકડાયા બાદ છ આરોપી નાસી છુટયા હતા. નાસતા આરોપીઓને પકડવા માટે પોલીસ મહાનિર્દેષક એટીએસ અમદાવાદની ટીમે સર્વેલન્સ મારફતે કામગીરી હાથ ધરી હતી. જેમાં બાતમી આધારે નાસતા ફરતા આરોપી કોન્સ્ટેબલ ગફુરશી પીરાજી ઠાકોર (ઉ.વ.26, રહે. ઉટવેલીયા, તા. થરાદ, બનાસકાંઠા)ને પોતાના વતનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એટીએસની ટીમે આરોપીની અટકાયત કરી તેની તપાસ જે.એન.પંચાલને સોંપવા માટે આગળની તજવીજ હાથ ધરી હતી.

હજુ પાંચ આરોપી ફરાર
ઉલ્લેખનીય છે કે, આરોપીઓને સહારો આપવામાં એલસીબીના નટવરસિંહ ગણપતસિંહ સરવૈયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. તો હત્યામાં સંડોવાયેલા માજી સરપંચ સહિત હજુ પાંચ આરોપીઓ ફરાર છે. જેને શોધવા માટે પશ્ચિમ કચ્છ પોલીસની ટીમ તેમજ એટીએસની ટીમે ચક્રો ગતીમાન કર્યા છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો