તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પદભાર સંભાળ્યો:કચ્છના મદદનીશ કલેકટર તરીકે અતિરાગ ચપલોતે ચાર્જ સંભાળ્યો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૂરત ખાતે તાલીમી IAS તરીકે ફરજ બજાવી ભુજ ખાતે મદદનીશ કલેકટર તરીકે નિમણુંક પામ્યા

વર્ષ 2019ની IAS બેચના અતિરાગ ચપલોતે આજ રોજ મદદનીશ કલેકટર ભુજ તરીકે હવાલો સંભાળી લીધો છે. મુળ રાજસ્થાન ઉદયપુર જિલ્લાના માવલી તાલુકાના સનવાડ ગામના વતની ચપલોત ડિસ્ટ્રીકટ પ્રેકટિકલ ટ્રેનીંગ હેઠળ સૂરત ખાતે તાલીમી IAS તરીકે ફરજ બજાવી ભુજ ખાતે મદદનીશ કલેકટર તરીકે નિમણુંક પામ્યા છે.

ચપલોત ધોરણ 12 સુધી ઉદયપુર અને બી.કોમ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ મુંબઇ ખાતે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં 16 રેન્કથી ઉર્તીણ થયા હતા. તેમજ ભારતીય સનદી સેવા IAS માં 15મા ક્રમાંકે ઉર્તીણ થયેલા છે. બે વર્ષની તાલીમ બાદ આજે મદદનીશ કલેકટર ભુજ તરીકે ચાર્જ સંભાળતા તેમનું મુખ્ય લક્ષ્ય વૈશ્વિક મહામારી કોરોનાને નિયંત્રિત કરવો અને વેકસીનેશન અભિયાનને સાર્થક કરવાનો અને વિકાસના કામોને પ્રાથમિકતા આપવાંનો હોવાનું તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...