તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદની રાહ:ભુજના શિવમંદિરે મહાઆરતી સાથે લોકોએ વરુણદેવને રીઝવવા પ્રાર્થના કરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેઘરાજાને રીઝવવા રાવલવાડીના રહેવાસીઓએ શિવારાધના કરી

કચ્છમાં મેઘરાજા મન મુકીને વરસે અને લોકો સાથે ખેડૂતોની તૃષા છીપાવે એવી મનોકામના સાથે ભુજના રાવલવાડી વિસ્તારના રહેવાસીઓએ પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે પિંગલેશ્વર મહાદેવ મંદિરે શિવ આરાધના કરી હતી.

મુખત્વે ખેતી અને પશુપાલન આધારિત કચ્છ જિલ્લામાં પણ વરસાદ ખેંચાઈ જતા અબોલ પશુ , ખેડૂતો, પશુ પાલકો અને લોકોને પાણી લક્ષી પરેશાની ઉભી થઇ રહી છે. નદી તળાવો અને ડેમ ખાલી થવા જઈ રહ્યા છે ત્યારે અષાઢ માસ બાદ ઓઝલ થયેલા ઇન્દ્રદેવ પ્રસન્ન થાય અને સમગ્ર પંથકમાં પોતાનો વરસાદ રૂપી હેત વરસાવે એવી મનોકામના સાથે ભુજના રાવલવાડી વિસ્તારમાં આવેલા પિંગલેશ્વર મહાદેવ મંદિરે લોકોએ જળ સેવા, દીપ માળા, અને મહા આરતી સહિતની ધાર્મિક ક્રિયા કરી હતી.

રહેવાસી પ્રદીપભાઈ જોશીએ કહ્યું હતું કે વરસાદ ખેંચાઈ જતા સમગ્ર જિલ્લા પાણીની ખેંચ ના વર્તાય તે માટે ધાર્મિક કાર્યક્રમો દ્વારા મેઘરાજાને હવે મહેર કરવા પ્રાર્થના કરી હતી. ખાસ મહા આરતી પ્રસંગે સૌ રહેવાસીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...