જવાનોની ઉજવણી:કચ્છ સરહદે દેશના જવાનોએ પાકિસ્તાન આર્મી સાથે દિવાળી પર્વના અવસરે મીઠાઈની આપ લે કરી શુભેચ્છા પાઠવી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય તહેવાર પર એકમેક સાથે ખુશીઓની આપ લે કરવાથી બન્ને દેશના સબંધ મજબૂત બને છે: BSF
  • કોરોના મહામારીના કારણે બે વર્ષ બાદ દિવાળીએ શુભેચ્છા મુલાકાત યોજાઈ

પાકિસ્તાન સીમાને અડીને આવેલા સરહદી જિલ્લા કચ્છના સીમા સુરક્ષા દળના જવાનોએ આજે રાષ્ટ્રીય તહેવાર દિવાળી પ્રસંગે પાકિસ્તાન આર્મીના જવાનો સાથે પિલર નંબર 1079 પર શુભેચ્છા મુલાકાત યોજી મીઠાઈની આપ લે કરી હતી. છેલ્લા બે વર્ષથી આ પ્રકારની પરસ્પરની થતી ઉજવણી કોરોનાકાળની પરિસ્થિતિના કારણે બંધ હતી. જે આ વર્ષે કોરોના બીમારીમાં આવેલા સુધારના પગલે ફરી એક ઉજાગર થઈ હતી.

પાક. સૈનિકો સાથે દેશના જવાનોએ પ્રકાશના પર્વ દિવાળીની આંદનપૂર્વક ટૂંકી શુભેચ્છા મુલાકાત યોજી ખુશી વ્યક્ત કરી હતી. પાકિસ્તાન તરફથી પણ મીઠાઈ આપવામાં આવી હતી. BSF દ્વારા આ અવસરને બન્ને દેશ માટે ભાઈચારા અને સબંધ સુધારક ગણાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...