તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણમાં પલટો:નલિયા 13 ડિગ્રી સાથે મોખરે, કચ્છમાં વધતી ઠંડીની પકડ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તરી પવને ટાઢાબોળ શિયાળાના એંધાણ આપ્યાં

ઠંડીની દ્રષ્ટિએ છેલ્લા ત્રણ દિવસમાં ક્રમશ: પગથિયા ચડતા નલિયામાં 13 ડિગ્રી તાપમાન રહેતાં વલસાડની સાથે રાજ્યમાં મોખરે રહ્યું હતું. કચ્છમાં ઉત્તર દિશાથી ફુંકાતા પવને ટાઢાબોળ શિયાળાના એંધાણ આપ્યાં હતાં.

બુધવારે કચ્છમાં મોખરે અને ગરૂવારે રાજ્યમાં બીજા સ્થાને રહેલું નલિયા શીતદોડમાં ફરી અગ્રીમ સ્થાને પહોંચીને 13 ડિગ્રી જેટલાં નીચાં તાપમાન સાથે રાત્રે ઠર્યું હતું. સામાન્ય રીતે ઠંડી હોય ત્યારે બજારો મોડી સાંજે સૂમસામ બની જાય છે પણ દિવાળીને લઇને ગામની બજારમાં મોડે સુધી ધમધમાટ જોવા મળ્યો હતો. મહત્તમ ઉષ્ણતામાન 32.2 ડિગ્રી રહેવાની સાથે ઉત્તર-પૂર્વ દિશાએ પ્રતિ કલાક 2 કિલો મીટરની મંદ ગતિએ પવન ફુંકાતાં દિવસે ગરમી ગાયબ થઇ ગઇ હતી. કચ્છમાં નલિયા બાદ ઠંડા રહેલા કંડલા એરપોર્ટ મથકે નીચું તાપમાન 16.6 ડિગ્રી રહ્યું હતું જેને લઇને ગાંધીધામ, ગળપાદર, આદિપુર તેમજ અંજાર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રિથી ઠંડીએ પકડ જમાવી હતી. ભુજમાં 17.1 ડિગ્રી સાથે ન્યૂનત્તમ પારો એક આંક જેટલો નીચે સરક્યો હતો. જ્યારે કંડલા પોર્ટ પર 18.6 ડિગ્રી સેલ્શિયસ નોંધાયું હતું. જિલ્લામાં મહત્તમ સરેરાશ 32 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ઉત્તર દિશાથી ફુંકાતા પવને શિયાળો ટાઢોબોળ રહે તેવા એંધાણ કારતક માસ પહેલાંજ આપ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો