તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી બાદ કચ્છમાં પ્રવાસીઓની સીઝન શરૂ થાય છે, છેક રણોત્સવ પુર્ણ થાય ત્યાં સુધી ભારે આવજા રહે છે. આ વર્ષે કોરોનાને કારણે પ્રવાસીઓ ઘટયા છે. જો કે, છેલ્લા ચારેક દિવસથી નવા વર્ષની ઉજવણી કરવા માટે નોંધપાત્ર પ્રવાસીઓ દેખાયા છે. ભુજની હોટેલો અને વિશ્રાંતી ભવનોમાં પ્રવાસીઓ નોંધાયા છે જો કે ગત વર્ષે આ દિવસોમાં હાઉસફુલની પરીસ્થિતિ હતી.
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના મોટા શહેરોમાં નાઇટ કર્ફયુ લગાવાયું છે, રાત્રે નવ વાગ્યા પછી નિકળવા પર પ્રતિબંધ છે. જો કે, કચ્છમાં રાત્રે કર્ફયુ ન હોવાથી પ્રવાસીઓ માટે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે કચ્છ સેફ ઝોન છે. રાત્રે બારેક વાગ્યા સુધી હોટેલ અને રેસ્ટોરા-ફાકે પણ ખુલ્લા હોય છે તો રાત્રે નીકળવા પર પણ કોઇ પ્રતિબંધ નથી. છેલ્લા ત્રણેક દિવસની સળંગ રજાઓમાં સફેદ રણ, કાળો ડુંગર, માંડવી બીચ, વિજયવિલાસ સહિતના પ્રવાસન સ્થળોએ થોડી ચહલ પહલ જોવા મળી છે. ભુજ તેમજ આસપાસના શહેરીજનો પણ રજા માણવા માટે ત્યાં પહોંચ્યા હતા. જો કે, આ વર્ષે ગુજરાત સિવાયના પ્રવાસીઓની સંખ્યા નજીવી રહી છે. કોરોનાને કારણે તેમજ રાત્રી ફર્ફયુને લીધે પ્રવાસીઓ નીકળવાનું ટાળતા હોય છે. બીજી તરફ, ફલાઇટની સુવિધા પણ કથળી ગઇ હોવાથી પ્રવાસન ક્ષેત્રને અસર પહોંચી છે. દર વર્ષે આ દિવસોમાં ભુજની તમામ હોટેલ અને વિશ્રાંતી ભવનો હાઉસફુલ હોય છે પણ આ વર્ષે કોરોનાનું ગ્રહણ પ્રવાસન સીઝનને ભારે નડયું છે. છેલ્લા ચારેક દિવસથી ભુજની હોટેલ અને વિશ્રાંતી ભવનોમાં પ્રવાસીઓ આવ્યા છે પણ ગત વર્ષ કરતા 50 ટકા ઓછા પ્રવાસીઓ આવ્યા છે.
હોટેલ અને વિશ્રાંતિ ભવનો બહાર છેલ્લા ચારેક દિવસથી કચ્છ બહારના વાહનોની લાઇન લાગી
ભુજમાં છેલ્લા ત્રણેક દિવસથી હોટેલ અને વિશ્રાંતી ભવનનો બહાર રાત્રે કચ્છ બહારના વાહનોની લાઇનો લાગેલી જોવા મળે છે. દિવાળી ટાંકણે એકાદ બે દિવસ ભારે વાહનો બાદ વર્ષના અંતે ઉજવણી કરવા માટે આવેલા વાહનોની લાઇનો લાગી હતી.
દિવાળી ટાણે હતો અને હાલ બે-ત્રણ દિવસથી ટ્રાફિક છે : સંચાલકો
ભુજના સ્વામિનારાયણ વિશ્રાંતી ભવન અને આરટીઓ સર્કલ પાસે આવેલા વાગડ બે ચોવીસીના સંચાલકોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે દિવાળીથી સળંગ રણોત્સવના અંત સુધી ભારે પ્રવાસીઓ હતા, જો કે આ વર્ષે કોરોનાને કારણે માત્ર દિવાળીના એકાદ બે દિવસોમાં કાંતો હાલ બે ત્રણ દિવસથી ટ્રાફિક છે. જો કે ગત વર્ષ કરતા આ દિવસોમાં 50 ટકા પ્રવાસીઓ આવ્યા છે. હોટેલના સંચાલકોએ કહ્યું કે, ગત વર્ષ કરતા આ દિવસોમાં 40થી 50 ટકા જેટલા જ પ્રવાસીઓ નોંધાયા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.