હાલાકી:ખાતમુહૂર્તમાં શુરા સુધરાઇના સત્તાધીશો કામ સમયસર પૂરું કરવામાં પાંગળા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરનો એક એવો વિસ્તાર કે, જ્યાં રસ્તો સુધારવા છેલ્લા બાર દિવસથી નગર પાલિકાએ ખોદીને મૂકી દીધો છે. નાના વોકળા તરીકે ઓળખાતા આ રહેણાંક અને વ્યવસાયિક વિસ્તારમાં બે અઠવાડિયા અગાઉ ભુજ સુધરાઇએ વાજતે ગાજતે પદાધિકારીઓ અને અધિકારીઓએ ખાતમુહૂર્ત કરી મશીનરી લગાડી રસ્તો ખોદ્યો અને નીચેની ડ્રેનેજ લાઈન તોડી નાખતા અહી દુર્ગંધ મારતું પાણી બાર દિવસથી ભરાયું છે. તેને જવા માટે કોઈ પાઇપ લાઈન નથી. ગટર સમસ્યા નિવારવાને બદલે કામ અડધુ મૂકી દેતા વરસાદી પાણી સાથે ધંધા પાણી પણ ભરાઇ ગયા છે. જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. હાલ ડેન્ગ્યું અને મેલેરિયા જેવા રોગોની શક્યતાઓ છે ત્યારે આ કામ ઝડપથી પૂર્ણ થાય એવી સ્થાનિક લોકોએ લાગણી વ્યક્ત કરી હતી.આ વિસ્તારના લોકો અને વેપારીઓ વાહનો તો નથી જ લઈ આવી શકતા, પણ પોતાને જવું હોય તો પણ ઇન્ટર લોકનો ‘રામસેતુ’ બનાવ્યો છે, તેના પરથી જાય છે, અથવા તો દીવાલ પર ચડીને જવું પડે છે. નગર પાલિકા જઈને રજૂઆત કરી તો જવાબ મળ્યો કે, ભીડગેટની લાઈન રિપેર થાય પછી આવશું. એ ક્યારે રિપેર થશે તે તો સુધરાઇના સત્તાધીશો જાણે. હાલ તો અહીંના લોકો નરક વચ્ચે રહે છે.

અન્ય સમાચારો પણ છે...