આદેશ:SPનો આદેશ થાય ને રાતે શહેરમાં પોલીસના કાફલા રસ્તા પર ઉતરી પડે

ભુજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રે વાહનો રાહદારીઓની થતી તપાસ : દંડ પણ કરાય છે
  • છેલ્લા ત્રણ દિવસથી રાત્રે 9થી 11 અોચિંતા ટ્રાફિક ડ્રાઇવનું આયોજન

શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રે ઠેર ઠેર પોલીસના ધાડે ધાડા ચેકિંગ માટે દેખાતા હોય છે. ભુજના મુખ્ય ચાર રસ્તાઅો પર રાત્રે 9થી 11 દરમિયાન ટ્રાફિક ડ્રાઇવનું અોચિંતા અાયોજન થયુ હોવાનું જાણવા મળ્યું છે. અેસ.પી. કચેરીઅેથી અાદેશ થયા બાદ છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં રાત્રે પોલીસના કાફલા દેખાતા હોય છે.

પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવનું અાયોજન કરાતું હોય છે ત્યારે અાગોતરી જાણ થતી હોય છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી અોચિંતા શહેરના હિલગાર્ડન ત્રણ રસ્તા, અાત્મારામ સર્કલ, રીલાયન્સ સર્કલ, જ્યુબિલી ગ્રાઉન્ડ, ખેંગાર પાર્ક, બસ સ્ટેશન, ભીડ ગેટ સહિતના મુખ્ય વિસ્તારોમાં વાહન ચાલકોના સાધનીક કાગળો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ચેકિંગ કરાતું હોય છે. રાત્રે નવથી અગિયાર વાગ્યા સુધી શહેરના મુખ્ય માર્ગો પર પોલીસના ચેકિંગથી અનેક વાહન ચાલકો નિયમના ભંગ બદલ દંડાતા હોય છે તો અમુકના વાહનો ડિટેઇન કરાયા હતા.

ધુમ સ્ટાઇલ, લુખ્ખાગીરી ડામવા માટેનું અાયોજન : પોલીસ અધિક્ષક
શહેરમાં ત્રણ દિવસથી કરાતી ચેકિંગ રૂટિન હોવાનું પશ્ચિમ કચ્છ અેસ.પી. સાૈરભ સીંઘે જણાવ્યું હતું, તો વધુમાં કહ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો પર ધુમ સ્ટાઇલથી બાઇક ચલાવતા યુવાનો પર અંકુશ અાવે તેમજ સાઇલેન્સર વગર સ્ટંટ કરી લુખ્ખાગીરી કરતા તત્વોને ડામવા માટે અાયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...