કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટ પર સોમવારે સાંજે સર્જાયેલી દુર્ઘટનમાં મોટી જાનહાનિ થતા સહેજમાં અટકી હતી. અહીં એક રેલવે એન્જિન ક્રેનમાં ઊંચકતી સમયે છુટું પડી ધડામ દઈને નીચે પડતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી. સદનસીબે એન્જિન જ્યારે નીચે પડ્યું ત્યારે કોઈ નજીકમાં કર્મચારી હાજર ના હોવાના કારણે જાનહાનિ અટકી હતી.
સોમવારે સાંજે જહાજ મારફત મુન્દ્રા પોર્ટ પર એક રેલવે એન્જિન આવ્યું હતું. જેને ક્રેન મારફત લિફ્ટ કરતી વેળાએ સીટી-3 જેટી પર આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે જાનહાનિ ટળતા પોર્ટ પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે.
બનાવ સંબધે APSEZના પ્રવક્તાએ પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંભવત ભૌતિક ક્ષતિને કારણે લિફ્ટિંગ ઓપરેશન દરમિયાન સ્લીગ છૂટી પડી જતા (લોકો - રેલ એન્જિન) નીચે જમીન પર પટકાયું હતું.પરંતુ સદભાગ્યે કોઈને ઇજા કે નુકસાન થયું ન હતું.ઉપરાંત પોર્ટ કામગીરી પર પણ તેને કોઈ વિપરીત અસર થઇ નહોતી. બનાવ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.