તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિયાલીટી ચેક:શેખપીર આરટીઓ ચેકપોઇન્ટ પર 40 કલાકમાં એક કલાક પણ સમ ખાવા પુરતું ચેકિંગ ન થયું

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેકપોઇન્ટ રીઢો હોવાથી વહેલી સવારના જ મોટાભાગના ઓવરલોડ વાહનો નિકળી જાય
  • પ્રથમ શિફ્ટ સવારે 8 વાગ્યે પૂર્ણ થયા બાદ બપોરે ચાર સુધી ચેકિંગ ન થયું
  • અાવક રળવા ચેકપોઇન્ટ શરૂ કરાયા પણ અધિકારીઓને તો છુટો દોર મળી ગયો

સામખિયાળી ચેકપોસ્ટ બંધ થયા બાદ અાર.ટી.અો. તંત્ર દ્વારા જુદા જુદા ચેકપોઇન્ટ શરૂ કરવામાં અાવ્યા હતા, જેમાં ત્રણ શિફ્ટમાં અધિકારીઅોને ફરજ સોંપવામાં અાવે છે.દર શુક્રવારે સાંજે કમિશનર કક્ષાઅેથી અોર્ડર થયા બાદ સપ્તાહની ડયુટી સોંપવામાં અાવે છે. ગત શનિવારથી બુધવાર સુધી બીજી શીફટમાં ચેકિંગ જ કરાયું ન હોવાની ચોંકાવનારી હકીકત દિવ્ય ભાસ્કરના રિયાલીટી ચેકમાં સામે અાવી છે. સરકારી અાવકને નુકસાન ન પહોંચે તે માટે ચેકપોઇન્ટ ઉભા કરાયા છે પણ અધિકારીઅોને તો છુટો દોર મળી ગયો હોય તેમ ચેકિંગ જ કરતા ન હોવાથી અાવકમાં વધારો કરી શકાતો નથી.

અાર.ટી.અો. તંત્રની સામખિયાળી ચેકપોસ્ટ બંધ થયા બાદ સરકારી અાવકને નુકસાન ન પહોંચે તે માટે જુદા જુદા ચેકપોઇન્ટ શરૂ કરવામાં અાવ્યા હતા, જેમાં શેખપીર, લોધેશ્વર, મુન્દ્રા, કંડલા સહિતના વિસ્તારોમાં ચેકપોઇન્ટ શરૂ કરાયા છે. ગત શુક્રવારે સાંજે કમિશનર કક્ષાઅેથી શેખપીર ચેકપોઇન્ટનો અોર્ડર થયા બાદ શનિવારથી દિવ્ય ભાસ્કર તરફથી વોચ રાખવામાં અાવી હતી. શનિવારથી બુધવાર સુધી બીજી શિફટની 40 કલાકની ડયુટી દરમિયાન અેક કલાક પણ ચેકપોઇન્ટ પર ચેકિંગ હાથ ધરાયું નથી.

તો પ્રથમ શિફટમાં હાલ મહિલા અધિકારીને ફરજ સોંપવામાં અાવી છે જે રાત્રે બાર વાગ્યાથી ચેકિંગ કરતા હોય છે તો ત્રીજી શિફટમાં ઇન્સ્પેકટર બળદવે ઠાકોરને ડયુટી સોંપવામાં અાવી છે જે સાંજે ચાર વાગ્યાથી રાત સુધી ફરજ બજાવતા હોય છે. બીજી શીફટમાં અાર.ટી.અો. ઇન્સ્પેકટર નવીનકુમાર પટેલને ફરજ સોંપવામાં અાવી છે પણ શનિવારથી બુધવાર સુધી અેકેય દિવસ કલાક વાર પણ ચેકિંગ કરાયું નથી અને ચેકપોઇન્ટ પર ફરકયા જ નથી. સવારે અાઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી શેખપીર ચેકપોઇન્ટનું વાહન અાર.ટી.અો.માં જ પડયુ રહે છે.

ટેક્સ-પાસિંગ વગર દોડતા વાહનોનું અા સમય દરમિયાન કરો ચેકિંગ
ત્રણ શીફટમાં અધિકારીઅોને ફરજ સોંપવામાં અાવે છે. રાત્રે બાર વાગ્યાથી સવારે અાઠ વાગ્યા સુધી અેક શીફટ, બીજી શીફટ બપોરે ચાર વાગ્યા સુધી અને ત્રીજી શીફટ રાત્રે બાર વાગ્યા સુધીની રહે છે. સવારે અાઠ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી અા ચેકપોઇન્ટ પર ચેકિંગ થતુ ન હોવાના સમાચારથી મોટાભાગની નિયમનો ભંગ કરતા વાહનો અા સમયગાળામાં ચેકપોઇન્ટ ક્રોસ કરી જતા હોય છે જેના લીધે સરકારી તીજોરીને મોટાપાયે નુકસાન પહોંચી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી અેવા અનેક વાહનો જે અોવરલોડ, ટેક્સ પાસિંગ કે વિમા વગર અા ચેકપોઇન્ટથી પસાર થઇ ગયા હશે જેના મેમો ઇસ્યુ ન થતા સરકારી તીજોરીને મોટુ નુકસાન પહોંચ્યું છે.

ફરજ પ્રમાણે અાઇ.ડી.માં કામગીરી ચેક કરાશે : RTO અધિકારી
શેખપીર ચેક પોઇન્ટ પર શનિવારથી બુધવાર સુધી 40 કલાકની ફરજ દરમિયાન અેક કલાક પણ ડયુટી કે ચેકિંગ કરવામાં ન અાવે તે ગંભીર બાબત છે. જે ઇન્સ્પેકટરને ફરજ સોંપવામાં અાવી હશે તેની અાઇ.ડી.માં અા ચાલીસ કલાકમાં કેટલા મેમો ઇસ્યુ કરવામા અાવ્યા તેની ચકાસણી કરવામાં અાવશે તેમ અાર.ટી.અો. ચિંતનભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...