તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • At One Time Drinking Water Was Not Even Available In Bhachau School, Today The Trees In The School Are Taken Care Of Like Children

કુદરતી સંપત્તિની કિંમત:ભચાઉની શાળામાં એક સમયે પીવાનું પાણી પણ મળતું ન હતું, આજે શાળામાં વૃક્ષોનું બાળકોની જેમ જતન

ભુજ11 દિવસ પહેલાલેખક: મયુર ઠક્કર
  • શિક્ષક દ્વારા દર વર્ષે 300 જેટલી છાત્રાઓને 2 વૃક્ષ વાવેતર માટે આપવામાં આવે છે.
  • પાણી વ્યવસ્થા ઉભી કરાવી, ઔષધિવન, કિચન ગાર્ડન અને ખાતર સાથે 600 રોપાની માવજત કરે છે

માનવીના અસ્તિત્વ માટે રૂપિયા કરતા પણ વધારે કોઈ વસ્તુ મહત્વની હોય, તો એ છે પર્યાવરણ. જેની જાળવણી ન માત્ર જરૂરી છે પરંતુ ફરજીયાત પણ હોવી જોઈએ. કારણ કે પર્યાવરણની દરકાર વગર કુદરતી પ્રક્રિયા તેના મૂળભૂત સ્વરૂપે નથી ચાલી શકતી. અને તેની કિંમત માનવજાતે અનેક કુદરતી આપદાઓ સહન કરીને ચૂકવી પડી રહી છે. માટે પર્યાવરણ પ્રત્યે પ્રેમ રાખવાની આવી શીખ ભચાઉના આચાર્ય શિક્ષક ભરતભાઈ વાણિયાએ પર્યાવરણ દિવસ પ્રસંગે આપી હતી. એક સમયે શાળામાં પીવા માટે પણ પાણી ન હતું પણ આ આચાર્યના પર્યાવરણ પ્રત્યેના પ્રેમના કારણે આજે શાળામાં પાણીનો ટાંકો પણ છે અને બાળકની જેમ વૃક્ષોનું જતન કરવામાં આવે છે.

પહેલા પાણીના ટાંકાનું નિર્માણ અને પછી વૃક્ષારોપણ

સન 1938માં અમલમાં આવેલી આઝાદી પૂર્વેની ભચાઉ સરકારી પ્રાથમિક નિશાળમાં અત્યાર સુધી 10થી12 પેઢી શિક્ષણ લઈ ચુકી હશે. એવી શાળાનું સંકુલ 2001ના ભૂકંપમાં સંપૂર્ણ ધ્વસ્ત થયા બાદ અન્ય સરકારી સંકુલો સાથે ફરી નિર્માણ પામ્યું હતું. પરંતુ 2011 સુધી આ શાળામાં પાણી મળતું નહોતું. તેથી છાત્રાઓ અને શિક્ષકોને પાણી ન મળતું હોય ત્યાં વૃક્ષ ઉછેરનો વિચાર પણ ન આવે . ત્યારે 2012થી આ શાળામાં આચાર્ય પદે આરૂઢ થયેલા મૂળ લાકડિયા અને હાલ ભચાઉ રહેતા ભરત વેલજીભાઈ વાણિયાએ શિક્ષણ આપવાની સાથે શાળા સંકુલમાં સ્વચ્છ, સુંદર અને હરિયાળું વાતાવરણ ઉભું કરવા મહેનત શરૂ કરી, અને વિવિધ દાતાઓના સહયોગ સાથે પાણીના ટાંકાનું નિર્માણ કાર્ય હાથ ધર્યું, અને ધીરે ધીરે વૃક્ષારોપણની શરૂઆત કરી, તેમના પ્રયાસો બાદ શાળાઓમાં અભ્યાસ કરતી ગામની દીકરીઓ સાથે હવે રોપાઓને પણ પાણી મળતું થઈ ગયું હતું.

ઔષધિવન, કિચન ગાર્ડન અને ખાતર ઉત્પાદન

ભચાઉની સરકારી પ્રાથમિક કન્યા શાળા સંકુલમાં હાલ નાના મોટા 600 થી 700 રોપા અને વૃક્ષનું જતન ખુબજ ચાહેત સાથે કરવામાં આવી રહ્યું છે. અહીં ઔષધિવનમાં અરડૂસી, તુલસી, ગળો વગેરેનું ઉછેર કરવામાં આવી રહ્યું છે. જેનો વિધ્યાર્થીનીઓ, શિક્ષકો અને અન્ય લોકો શારીરિક બીમારીમાં ઉપીયોગ કરે છે. આ સાથે કિચન ગાર્ડન પણ શાળા સંકુલમાં વિકસાવવામાં આવ્યું છે. તેમાં વિવિધ જાતના મૌસમી શાકભાજી ઉગાડવામાં આવે છે. જેનો ઉપીયોગ હાલ તો કોવિડના કારણે શાળાઓ બંધ છે. પરંતુ જ્યારે ખુલી હતી ત્યારે મધ્યાહન ભોજન યોજનાની રસોઈમાં પણ કરવામાં આવતો હતો. એવું આચાર્ય ભરતભાઈએ જણાવ્યું હતું.

વૃક્ષારોપણ સાથે ખાતર તૈયાર કરાય છે

ભરતભાઈએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે. વૃક્ષારોપણ સાથે ખાતર તૈયાર કરવા માટે શાળાના વૃક્ષમાંથી ખરતા પાંદડા અને કચરાના સદઉપયોગથી કરવામાં આવે છે. આ માટે ખાસ જગ્યા પર એકથી દોઢ માસ સુધી ભેગા થયેલા કચરા પર, ધૂળ માટી નાખી, પાણી છાંટી, ત્રણ ચાર સ્તર બનાવવામાં આવે છે. અને વૃક્ષારોપણ માટે તેનો ઉપીયોગ કરવામાં આવે છે.

સેનેટરી નેપકીનના નિકાલની અલાયદી સુવિધા

શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ માટે સેનેટરી નેપકીન અને તેના નિકાલ કરવાની અલાયદી સુવિધા રાખવામાં આવી છે. જેમાં એક ખાસ પ્રકારની તૈયાર કરાવેલી ભઠ્ઠીના પાઈપમાં આ નેપકીન નાખી દેવાથી તેનો કાયમી નિકાલ કરવામાં આવે છે. બાગ બગીચામાં નાની બાળકીઓ રમી શકે તે માટે ઘાસની લોન ઉગાડવામાં આવી છે. દરેક વૃક્ષ પર પક્ષીઓ માટે પાણીના કુંડા રાખવામાં આવ્યા છે. અને તમામ વર્ગ ખંડોમાં કચરા પેટી રાખવામાં આવી છે, જેનો દરરોજ નિકાલ કરવામાં આવતો. આવી અનેક કામગીરી તેમજ સ્વચ્છ સ્કૂલ બદલ કચ્છની 1776 પ્રાથમિક શાળામાંથી સ્કૂલને સ્વચ્છ શાળા એવોર્ડ 2018-19 માટેનો ભારત સરકાર દ્વારા મળ્યો હતો. ઉપરાંત 2017માં સારી કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ મળી ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...