તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જીકેમાં મધરાત્રે બરદાસીઓનો સામાન ફંફોસતો શખ્સ ઝડપાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલના કંપાઉન્ડમાં મધરાત્રે બરદાસીઓના સરસામાનને ફંસોસતા યુવકને બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. હોસ્પિટલમાં આવા મુદે સંતોષકારક જવાબ ન આપતાં તેના વિરૂધ કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદે શંકાસ્સપદ હિલચાલ સબબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં બાતમીના મળી હતી કે, ભુજની જી.કે.જનરલ હોસ્પીટલના કંપાઉન્ડમાં કોઇ શખ્સ શંકાસ્પદ હાલતમાં દર્દીઓના સગાસંબંધીઓના સામાન ફંફોસી રહ્યો છે. જેથી તાત્કાલિક જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે પહોંચીને તપાસ કરતાં 23 વર્ષના શંકર વેલજીભાઇ કોલી નામના શખ્સને પકડી લીધો હતો. પ્રથમ યુવક પોલીસને જોઇ ભાગવાની ફીરાકમાં હતો. પરંતુ પોલીસે તેને આંતરીને દબોચી લીધો હતો.

પકડાયેલા યુવકની પુછપરછ કરતાં તે સુરલભીટ રોડ પર સંતરોહીતદાસનગરમાં રહેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. તે હોસ્પિટલમાં શા માટે આવ્યો હતો તેવો પોલીસે સવાલ કરતાં યુવક સંતોષકારક જવાબ ન આપતો હોઇ પોલીસે તેની સામે શંકાસ્પદ હિલચાલ, હાજરી છુપાવવાની કોશીષ અને કોગ્નીઝેબલ ગુનો કરવાના ઇરાદા સબબ જીપીએની કલમ 122(સી) મુજબ ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...