તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જખૌ બંદરે વિશિષ્ટ પરવાળા સાથે એક ઈસમ ઝડપી પડાયો

લાખોંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નલિયાની કોર્ટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મંજૂર

વન વિભાગે જખૌ બંદરે રેડ કરીને વિશિષ્ટ પરવાળાની પ્રજાતિ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરાતાં અદાલતે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પશ્ચિમ કચ્છ વન વિભાગની ટીમ દ્વારા જખાૈ બંદર વિસ્તારમાંથી રેડ દરમ્યાન બે સ્ક્લેરેકટીના પરવાળા(કોરલ) મળી અાવ્યા હતા. જપ્ત કરાયેલા પરવાળાની વધુ તપાસ માટે તેને મરીન બાયોલોજીસ્ટ જામનગર ખાતે મોકલાયા હતા, જ્યાં તેની ઓળખ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 અન્વયે સિડયુલ-1 અન્વયે બહાર અાવી હતી.

તેથી આરોપી શેખ અજીજ અહેમદઅલી (રહે.સુરજકરાડી દ્વારકા જી.જામનગર) હાલે જખૌ બંદર તા.અબડાસા વાળાની ધરપકડ કરી નલિયા કોર્ટમાં રજુ કરાયો હતો. કોર્ટ દ્વારા ગુરુવારે તેના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવતાં વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

નાયબ વન સંરક્ષક ડો. તુષાર બી. પટેલના માર્ગદર્શન હેઠળ નલિયા ઉત્તર તથા દક્ષિણ રેન્જના સંયુકત સ્ટાફ આર.એફ.ઓ એમ.આઇ પ્રજાપ્રતિ અને આર.એફ.ઓ. વિજયસિંહ ઝાલા સાથે વનપાલ યુવરાજસિંહ વાઘેલા, અશ્વિનસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ચુડાસમા, વનરક્ષક પ્રતિપાલસિંહ જાડેજા, હિરેન ભરાડા, વિશ્રામ ગઢવી, દુર્ગાબેન વસાવા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...