• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • At Deendayal Port Kandla, Rs. Union Minister Sarvanand Sonowal Inaugurates Various Development Projects At A Cost Of Rs 277 Crore

ખાતમુહૂર્ત:દીનદયાળ પોર્ટ કંડલા ખાતે રૂ. 277 કરોડના ખર્ચે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલના હસ્તે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કરાયું

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય ગતિ શક્તિ પ્રોજેક્ટ હેઠળ દેશના બંદરો ઉપર માળખાગત સુવિધાઓ વિકસાવવા કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ -કેન્દ્રીય મંત્રી

દેશના જળમાર્ગોની માળખાકીય સુવિધાઓ વધારી બંદરીય વ્યાપાર ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે એ કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું. દીનદયાળ પોર્ટ કંડલા- કચ્છ ખાતે રૂ.277 કરોડના ખર્ચે ચાર જેટલી વિવિધ માળખાકીય સુવિધાઓનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે કર્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય ગતિ શક્તિ યોજના અંતર્ગત દરિયાઈ વ્યાપાર ક્ષેત્ર સાથે દેશના 12 મહાબંદરો સાથે સંકળાયેલી માળખાકીય સુવિધાઓ પૂર્ણ કરવા સરકાર મક્કમ છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રૂ.100 લાખ કરોડ ખર્ચ કરવાનું મહા અભિયાન હાથ ધર્યું છે. તેમણે દીનદયાળ પોર્ટ કંડલાને દેશનું નંબર વન મહાબંદર ગણાવ્યું હતું. સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રાસંગિક ઉદબોધનમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસ કાર્યો થી મળેલાં લાભો અંગે વિગતે માહિતી આપી હતી.ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ઔદ્યોગિક વિકાસ તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે વિકાસ બાબતો રજૂ કરી હતી.દીનદયાળ પોર્ટ કંડલાના ચેરમેન એસ.કે. મેહતાએ આ વેળાએ જણાવ્યું હતું કે, ઓઇલ પાઈપ લાઈનની પરિવહન ક્ષમતા વધારવા માટે રૂ.126.50 કરોડ, નવી 8મી ઓઇલ જેટી બનાવવા માટે રૂ.99.09 કરોડ, માલ સંગ્રહ ગોડાઉન માટે રૂ.36 કરોડ અને વાહનોની અવરજવર તેમજ પાર્કિંગ પ્લાઝાના ડીજીટીલાઈઝેશન માટે રૂ.15 કરોડ ખર્ચ કરાશે.

આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી ,દીનદયાળ પોર્ટના વાઈસ ચે રમેન નંદિશ શુક્લા, કસ્ટમ અધિકારીની પી. તિવારી ,પી.આર.ઓ. ઓમપ્રકાશ દાદલાણી, પોર્ટના અધિકારીઓ, બંદરીય વ્યાપાર ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યવસાયકારો ,કમૅયોગીઓ પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

કયા વિકાસશીલ પ્રોજેક્ટના શીલાન્યાસ થયા?
ઓઇલ પાઈપ લાઈનની પરિવહન ક્ષમતા વધારવા માટે 126.50 કરોડ, નવી 8મી ઓઇલ જેટી બનાવવા માટે 99.09 કરોડ, માલ સંગ્રહ ગોડાઉન માટે 36 કરોડ અને વાહનોની અવરજવર તેમજ પાર્કિંગ પ્લાઝાના ડીજીટીલાઈઝેશન માટે 15કરોડ ખર્ચ કરાશે.

કંડલા રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફિક જામથી ચાલકો અકળાયા
કંડલામાં અવરજવર કરવામાં રેલવેના ફાટક બંધ રહેતા હોવાથી મુશ્કેલી સર્જાય છે અને ટ્રાફિક જામ થઇ જતો હોય છે. આજે પણ આવી સ્થિતિ મંત્રીના આગમન પહેલા થઇ હતી. વાહનોના કાફલાની લાઇન બન્ને સાઇડ ખડકાઇ ગઇ હતી.

રોડ ઓવરબ્રિજ પ્રોજેક્ટની માહિતી મેળવી

કંડલામાં વધી રહેલા ટ્રાફિકની પરીસ્થિતિ અંગે આ સમસ્યાનો હલ લાવવા અંદાજે 232 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શું શું થશે તે સહિતની માહિતી ચેરમેન પાસેથી તેઓએ મેળવી હતી. આ પ્રસંગે સચિવ ભાગ્યનાથ, સાંસદ વિનોદ ચાવડા વગેરે ઉપરાંત અરજણભાઇ કાનગડ, તેજાભાઇ કાનગડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપના પ્રતિનિધિમંડળે પણ વિવિધ પ્રશ્નોથી વાકેફ કર્યા

​​​​​​​

ગાંધીધામ- આદિપુરમાં પ્લોટ ધારકોને જમીનના પડી રહેલા જુદા જુદા પ્રશ્નોથી લઇને અન્ય કેટલીક બાબતોને લઇને લોકોને અભિમન્યુના કોઠાની જેમ પદ્ધતિ અજમાવવી પડે છે. દરમિયાન સાંજના સમયે મંત્રી સમક્ષ ભાજપના પ્રતિનિધિમંડળ દ્વારા પણ શુભેચ્છા મુલાકાત લઇને જમીન સહિતના પ્રશ્નોને લઇને આડકતરો ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂબેન કારા, પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણી, પાલિકાની કારોબારીના ચેરમેન પુનીત દુધરેજીયા, જીડીએના પૂર્વ ચેરમેન મધુકાંત શાહ, ખાદી ગ્રામઉદ્યોગ બોર્ડના ડાયરેક્ટર મોમાયા ગઢવી, પાલિકાની સંસ્કૃતિ સમિતિના ચેરમેન ઘેલાભાઇ ભરવાડ, શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, નરેશ ગુરબાની, મહેન્દ્ર જુણેજા વગેરે સંગઠનમાંથી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...