આવેદન:કચ્છમાં કોરોનાથી 282 મૃત્યુ સામે 1793ને સહાય

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8.96 કરોડ ચુકવાયા : 2176 ફોર્મ ભરાઇ ગયા

કચ્છમાં કરોનાથી સત્તાવાર મૃત્યુ અાંક 282 સામે અત્યાર સુધી સહાય મેળવવા માટે 2176 ફોર્મ ભરાઇ ગયા છે અને તેની સામે 1793 લોકોને સહાય પેટે 50 હજાર લેખે 8.96 કરોડ ચુકવાઇ પણ ગયા છે. કચ્છમાં કોરનાથી મૃત્યુ પામેલી વ્યક્તિના વારસદારો પૈકી કોઇ અેકને રૂ.50 હજારની સહાય અાપવામાં અાવી રહી છે અને તે માટે અોનલાઇન ઉપરાંત તાલુકા મથકોઅે મામલતદાર કચેરીમાં મેન્યુઅલી ફોર્મ લઇ, જમા કરવાની કામગીરી ચાલી રહી છે.

કચ્છની વાત કરીઅે કોરોનાની બીજી લહેર ઘાતક નિવડી હતી અને પરિસ્થિતિ કાબૂ બહાર ગઇ હતી, અાવી સ્થિતિમાં અારોગ્ય તંત્રઅે કોરોનાથી મોતના સાચા અાંકડા છૂપાવી સત્તાવાર રીતે મૃત્યુ અાંક 282 બતાવ્યો હતો. હાલે સહાય માટેના ફોર્મ ભરાઇ રહ્યા છે ત્યારે કોવિડ-19થી મૃત્યુ પામેલા દર્દીઅોનો સાચો અાંકડો બહાર અાવી રહ્યો છે. સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જિલ્લામાં તા.17-11-21થી કોરોના સહાય માટેના ફોર્મ ભરાઇ રહ્યા છે અને તા.6-1, ગુરુવાર સુધી અોનલાઇન, અોફલાઇન 2176 ફોર્મ ભરાઇ ગયા છે અને 1793 લોકોને 50 હજાર લેખે રૂ.8,96,50,000ની સહાય ચુકવાઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...