તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મુન્દ્રાના અદાણી પાવર પ્લાન્ટ પાસે આસંબિયાના બાઇક ચાલકનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકામાં જીવલેણ અકસ્માતની બે ઘટનાઓમાં બે યુવકના અરેરાટી ભર્યા મોત થયા હતા. અદાણી પાવર પ્લાન્ટ પાસે આસંબીયાના પ્રતિપાલ મોરારજી રાજપુત (ઉ.વ.22) પોતાની બાઇકથી જતો હતો ત્યારે પુરપાટ દોડતી અજાણી ટ્રકે બાઇકને હડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવકને પ્રથમ સારવાર માટે સ્ટર્લીંગ મુન્દ્રા ખાતે લઇ જવાયા બાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજયું હતું.

મોટા કપાયામાં ટ્રેકટર પરથી પડી જતા શ્રમિકનું મોત
મુંદરા તાલુકાના મોટા કપાયા નજીક નર્મદા કેનાલ પાસે રસ્તામાં ખાડો આવતા યુવક ટ્રેકટર પરથી નીચે પટકાયો હતો. રમેશ માંગુભાઇ ભાભોર ટ્રેકટર પર બેસીને જતો હતો ત્યારે અચાનક ખાડો આવતા તે નીચે પટકાયો હતો અને તેનુ મોત નિપજયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો