તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છના માર્ગોને ફરી ડામર રોડથી મઢવા માટે છ વિધાનસભા મત વિસ્તાર દરેકને 50 કરોડ લેખે રાજ્ય સકાર દ્વારા 300 કરોડ મંજૂર કરાયા છે. જે પૈકી અંજાર વિધાનસભા મત વિસ્તાર માટે 34.75 કરોડ મંજુર કર્યા છે. જેમાં સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલા હોય તેવા રાજય સરકાર હસ્તકના રસ્તાઓનું 21.65 કરોડ અને પંચાયત હસ્તકના માર્ગોનું 13.10 કરોડના ખર્ચે મરંમત કામ હાથ ધરાશે.
અંજાર મત વિસ્તાર તળે આવતા રાજય સરકાર હસ્તકના કુકમા-ચકાર-ચંદીયા રોડ માટે 7.50 કરોડ, કનૈયા-મોખાણા 4.60 કરોડ, મોડસર--ભીમાસર માર્ગ માટે 6.30 કરોડ અને અજાપર-મોડવદર માટે 3.25 કરોડ મળીને કુલ 21.65 કરોડ તેમજ પંચાયત હસ્તકના રામપર-કનૈયાબે રોડ માટે 1.95 કરોડ, ખીરસરા-મુવારવાંઢ 1.10 કરોડ, કુકમા સ્ટેશન રોડ માટે 20 લાખ, હાજાપર એપ્રોચ રોડ20 લાખ, ગળપાદર એપ્રોચ રોડ 60 લાખ, ગડા એપ્રોચ રોડ 50 લાખ, રતનાલ-કંઢેરાઇ 1 કરોડ, ખેંગારપર-શ્રવણ કાવડીયા મંદિર રોડ માટે 1.80 કરોડ, નાગોર-ત્રંબો રોડ માટે 1.40 કરોડ, કોટડા-સણોસરા રોડ માટે 1.25 કરોડ, લાખોંદ-કાળી તલાવડી 75 લાખ, કાળી તલાવડી-ચપરેડી 1.25 કરોડ એમ કુલ 13.10 કરોડ મંજુર કરવામાં આવ્યા છે. રાજયમંત્રી વાસણભાઇ આહિરે તેમની રજુઆતના પગલે સરકારે રકમ ફાળવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનો આભાર માન્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.