પત્ની વિફરી:ગાંધીધામના કીડાણામાં રસોઈ બનાવવાનું કહેતા પત્નીએ પતિનું માથું ફોડી નાખ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પતિની ફરિયાદના આધારે પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધી

પૂર્વ કચ્છના ગાંધીધામ તાલુકાના કીડાણા ગામે ગઈકાલે બપોરે એક મારમારીની વિચિત્ર ઘટના પોલીસ દફતરે નોંધાઇ હતી. ઘટના બનાવનું કારણ પતિ દ્વારા રસોઈ બનાવવાનું કહેતા પત્નીએ પતિને લાકડી મારી દીધાનું દર્શાવાયું છે. ઉલ્ટી ગંગા સમાન આ બનાવમાં પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ કરવામાં આવી રહી છે.

ગાંધીધામ બી ડિવિઝન મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર કીડાણા ગામની સંભવા સોસાયટીમાં રહેતા કૈલાસ કાનજીભાઈ ફફલ ( મહેશ્વરી)એ ગઈકાલે સવારના 11.30 વાગ્યાના અરસામાં પોતાની પત્ની દિવ્યબેનને જમવાનું બનાવવાનું કહેતા પત્ની દિવ્યબેને પતિ કૈલાસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી આથી પતિએ પત્નીને બોલાચાલી ના કરવાનું કહેતા પત્ની ઉશ્કેરાઈ જઇ પતિ સાથે ઝપાઝપી શરૂ કરી ઘરમાં રહેલી લાકડી વડે પતિના માથાના ભાગે પ્રહાર કરી દીધો હતો.

ઘાયલ પતિને હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે માથામાં 4 ટાંકા લીધા હતા. પોલીસે મારમારીની કલમો સહિત પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...