કોરોના લોકડાઉન 4.0:સીસ્ટમને ટેક્સ પર પેનલ્ટી લેવાનું કહ્યું, મેઇલ કરી અપડેટ કરાવાયું

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • RTOમાં વ્હીકલ ટેક્સ માર્ચ પછી ભરાય તો પેનલ્ટી-વ્યાજ ભરવું પડે

આરટીઓમાં રોડ પર ફરતા ટ્રાન્સપોર્ટ વ્હીકલના ટેક્સ ભરવાનો માર્ચ મહિનો લોકડાઉનના લીધે નીકળી જતા કોઇ પણ ટેક્સ ભરી શકયા ન હતા. માર્ચ મહિના પછી ટેક્સ ભરાય તો પેનલ્ટી અને વ્યાજ ભરવા પડે, લોકડાઉનને કારણે ટેક્સ ન ભરનારા ટ્રાન્સપોર્ટરો કચેરીએ કેશબારી ચાલુ થતા ટેક્સ ભરવા આવ્યા પણ સીસ્ટમ પેનલ્ટી અને વ્યાજ લેવાનું કહેતા આરટીઓને વાત કરાઇ હતી અને કમીશ્નર કક્ષાએ મેઇલમાં વાહન નંબર મોકલી નિરાકરણ લવાયું હતું. 

કેશબારી પર ટેક્સ ભરવા માટે ટ્રાન્સપોર્ટરો પહોંચ્યા
પ્રાપ્ત વિગતો મુજબ,રોડ પર દોડતા ટ્રાન્સપોર્ટ વાહનોનું ટેક્સ માર્ચ મહિના સુધી ભરી શકાય તેની પાછળ ભરાય તો 25 ટકા પેનલ્ટી અને વ્યાજ ભરવાનો વારો આવે છે. લોકડાઉનમાં કચેરી બંધ રહેતા માર્ચમાં ટેક્સ ભરી શકયા ન હતા. થોડા દિવસ પૂર્વે કચેરીમાં અમુક કામગીરી ચાલુ થતા કેશબારી પર ટેક્સ ભરવા માટે ટ્રાન્સપોર્ટરો પહોંચ્યા હતા,  આરટીઓ ચીંતન પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ટેક્સ ભરવા ટાંકણે સીસ્ટમમાં પેન્લટી અને વ્યાજ લેવાતા આરટીઓને જાણ કરાઇ હતી. આરટીઓ દ્વારા તમામ વાહનોના સ્ક્રીનશોટ અને વાહન નંબર લઇને કમિશ્નર કક્ષાએ મેઇલ કરી જાણ કરાઇ હતી જેથી અપડેટ કરાયું હતું. અપડેટ થતા વાહન માલિકને જાણ કરાઇ હતી જેણે ટેક્સ ભરવાનું કહેવાયું હતું. વધુમાં આરટીઓ પટેલે જણાવ્યું હતું કે, દર વર્ષે ટેક્સ ભરતા વાહન માલિકો માર્ચ માસમાં ટેક્સ ભરી શકયા ન હોવાથી તેમને પેનલ્ટી ભરવાનો વારો આવે તેમ છે. જો કે, કચેરી જ બંધ હોવાથી તે ટેક્સ ભરી શકયા ન હોવાથી તેમને પેનલ્ટી અને વ્યાજ ભરવું ન પડે તે માટે કમીશ્નરમાં મેઇલ કરી જાણ કરાઇ હતી અને ત્યાંથી સીસ્ટમમાં અપડેશન કરાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...