કાર્યવાહી:તપાસમાં બેદરકારી દાખવનારા બી ડિવિઝનના ASIને સસ્પેન્ડ કરાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દોઢ માસ પૂર્વે કારમાં મહેફીલ માણતા યુવકોને છોડી બુટલેગરને દબોચ્યો હતો
  • અેક બોટલ શરાબનો કેસ કરી 20 હજાર લીધાનો અાક્ષેપ થયો હતો

શહેરના લખુરાઇ ચાર રસ્તા પાસે કારમાં બેસીને દારૂની મહેફીલ માણતા યુવકોને ભુજ બી ડિવિઝન પોલીસ મથકના અે.અેસ.અાઇ. અને તેમની ટીમે પકડયો હતો, બાદમાં તેમને દારૂની બોટલ મંગાવવાનું કહી બુટલેગરને રવી ટોકીઝ પાસેથી દબોચી લીધો હતો. બુટલેગર હાથમાં અાવી ગયા બાદ કારમાં બેઠેલા યુવકોને છોડી દીધા હતા. જે સમગ્ર બનાવમાં ભુજ બી ડિવિઝન પોલીસ મથકના અે.અેસ.અાઇ.ને બેદરકારી દાખવવા બદલ અેસ.પી.અે સસ્પેન્ડ કર્યા છે.

13 માર્ચના શહેરના લખુરાઇ ચાર રસ્તા પાસે ત્રણ યુવકો કારમાં બેઠા હતા, તેમના મારફતે અેક બુટલેગર પાસેથી દારૂની બોટલ મંગાવી હતી. બુટલેગર રવિ ટોકીઝ પાસે અાવતા તેને પકડી કારમાં સવાર ત્રણેયને છોડી દીધા હતા. બુટલેગર પર અેક બોટલનો કેસ કરી તેને વહેલી સવારે છોડી દેવાના વીસ હજાર રૂપિયા લીધા હોવાના અાક્ષેપ થયો હતો.

સમગ્ર બનાવ અંગે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થતા પશ્ચિમ કચ્છ અેસપી સાૈરભ સીંઘે તપાસના અાદેશ અાપ્યા હતા. ડી.વાય.અેસ.પી. જે. અેન. પંચાલે સમગ્ર પ્રકરણમાં સામેલ શખ્સોના નિવેદન લીધા બાદ પોલીસ કર્મચારીઅોના નિવેદન પણ લીધા હતા. તપાસ પૂર્ણ થયાના અંતે અેસ.પી.અે ભુજ બી ડિવિઝન પોલીસ મથકના અે.અેસ.અાઇ. શિવદીપસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવાનો અાદેશ કર્યો હતો.

હા, તપાસમાં ખામી સામે અાવતા સસ્પેન્ડ કરાયા : અેસપી
ભુજ બી ડિવિઝન પોલીસ મથકના અેઅેસઅાઇ શિવદીપસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં અાવ્યા હોવા અંગે પશ્ચિમ કચ્છ અેસ.પી. સાૈરભ સીંઘે જણાવ્યું હતું કે, તપાસમાં બેદરકારી દાખવવા બદલ તપાસનીશ સામે પગલા લેવાતા હોય છે, તપાસનીશ શિવદીપસિંહની બેદરકારી સામે અાપતા તેની સામે પગલા લઇ સસ્પેન્ડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...