નવલાં નોરતાં:ભુજના આશાપુરા મંદિરે ઘટસ્થાપનની સાથે કચ્છમાં અશ્વિની નવરાત્રિનો પ્રારંભ થયો

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પણ ઘટસ્થાપન કરાયું

ભુજ શહેરમાં આવેલા ઐતિહાસિક આશાપુરા મંદિરમાં આજે 6 ઓક્ટોમ્બર ગુરુવારે સાંજે ધાર્મિક વિધિ સાથે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. આશાપુરા મંદિરે ઘટસ્થાપન થયા બાદ સમગ્ર જિલ્લામાં આસો નવરાત્રિનો આરંભ થયો છે. મંદિરના ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિ સન્મુખ ગરબો રાખી પૂજારી શ્રી જનાર્દન દવે દ્વારા ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી . પાવન અવસરે શહેરના ભાવિકો પુરી શ્રધ્ધા સાથે જોડાયા હતા.

આસો નવરાત્રિની ઉજવણી પુરા ભક્તિભાવ સાથે ઉજવવા જિલ્લામાં આજ સવારથી મહિલાઓ માતાજીના ગરબા ખરીદતા જોવા મળી હતી. ત્યારે ભુજના આશાપુરા મંદિરમાં ઘટ સ્થાપન થઈ ગયા બાદ હવે જિલ્લાભરમાં લાવેલા ગરબાઓની હવે ઘરના દેવસ્થાન પાસે સ્થાપના કરવામાં આવશે. ભુજ શહેરમાં આવેલા આશાપુરા મંદિરે ઘટસ્થાપન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહી દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...