પરવાનગી:ભુજ મામલતદારનો હુકમ રદ ન થતાં ઇચ્છા મૃત્યુ માગ્યું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ સીમના સરવે નં.870/12માં નોંધ નં.689 તા.31/3/82 વાળીમાં સુધારા કરી પડેલી નોંધ નં.3987 વાળી રદ થવા કરેલી અપીલ નામંજૂર થતાં રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ મામલતદારનો હુકમ રિવર્સ નહીં થાય તો ઇચ્છામૃત્યુની પરવાનગી આપવા માગ કરાઇ છે. ભુજના જૂની રાવલવાડીમાં રહેતા પાનુબેન ડાહ્યાલાલ મહેશ્વરી, લધુભાઇ જુમાભાઇના પાવરદાર ડાયાલાલ લધુભાઇ મહેશ્વરીએ અગાઉની નોંધમાં સુધારો કરી જે નવી નોંધ પડી છે તે હુકમ કરતા પહેલા મામલતદાર દ્વારા સાંભળવાની તક અપાઇ ન હોવાનું આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...