તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખેતીવાડી ક્ષેત્રે વીજ માંગમાં વધારો થતાં ધાંધીયા પણ વધ્યા

નિરોણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાવરપટ્ટી પંથકમાં વીજ સમસ્યા ઉકેલવામાં તંત્ર નિષ્ફળ
  • ભુજની ટીમ મરામત કરી પરત ફરે છે પણ સમસ્યાના મૂળ સુધી નથી પહોંચતી

હાલમાં કચ્છ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતીવાડી ક્ષેત્રે વીજપુરવઠાની માંગ વધી છે પણ વીજ ધાંધિયાનો દોર પણ શરૂ થઈ ગયો છે પશ્ચિમ કચ્છનાં પાવરપટ્ટી પંથકમાં વીજ સમસ્યાનો પ્રશ્ન ઘણો વિકટ બનતા ખેડૂતોને ડબલ માર પડ્યો છે.

નિરોણામાં 66 કેવીનું સબસ્ટેશન આવેલું છે જ્યાંથી આ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરેલુ, ખેતી વિષયક વીજ સપ્લાય આપવામાં આવે છે પણ છેલ્લા ઘણા વર્ષોથી આ પંથકમાં વીજ ધાંધિયા અસહ્ય બની ગયા છે તેમાં પણ ખેતીવાડી ફીડરમાં જેટલી વીજળી મળે છે તેનાથી વધુ તો પાવર કટ થવાની સમસ્યા હોવાનું અહીંના લોકોએ જણાવ્યું હતું.

હાલમાં વરસાદ ખેંચાઈ જતા ખેતીવાડી ક્ષેત્રે વીજ માંગમાં વધારો થયો છે પણ 10 કલાક અપાતા થ્રિ ફેઈઝ પુરવઠામાં 15 થી 20 વખત લાઈટ આવન જાવન કરે છે ખેડૂત મોટર ચાલુ કરી ખેતરમાં પહોંચે તે પહેલા જ પુરવઠો ખોરવાઈ જાય છે જેના કારણે પિયત થઈ શકતી નથી.

ઈજનેરને ફોન કરો તો ફોન નથી ઉપાડતા
નખત્રાણા તાલુકા એટીવીટીના સભ્ય અને ભાજપના આગેવાન ડાયાલાલભાઈ પાંચાણીએ રોષપૂર્વક જણાવ્યું કે,વિજસમસ્યા અંગે ભુજમાં ઈજનેરને મોબાઈલ ફોન પર જાણ કરાય તો તેઓ ફોન ઉપાડતા નથી. સામાન્ય જનતાને તો કોઈ દાદ આપતું નથી તેવા વેધક સવાલ ઉઠાવ્યા હતા ભુજથી આવતી ટિમ નાસ્તો પાણી કરી થિંગડા મારી ચાલી જાય છે પણ સમસ્યાના મૂળ સુધી પહોંચતી નથી જેથી સમસ્યા યથાવત જ રહે છે. આ અંગે સંકલનમાં રજૂઆતો છતાં ઉકેલ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...