તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • As Per The Order Of Kutch District Collector, Banking Branches Including SBI Along With Government Offices Will Continue After 6 Pm On March 31.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:કચ્છ જિલ્‍લા કલેક્ટરના આદેશ મુજબ 31 માર્ચના રોજ સરકારી કચેરીઓ સાથે એસબીઆઇ સહિતની બેન્‍કીંગ શાખાઓ 6 વાગ્યા પછી પણ ચાલુ રહેશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લેવડ- દેવડના કામકાજ અર્થે સાંજે 6:10 સુધી અને 6:10 પછી પણ ચાલુ રાખવા સૂચના

કચ્છ જિલ્‍લા કલેક્ટરના આદેશ પ્રણાણે તા.31/03/2021ને બુધવારના રોજ જિલ્લા તિજોરી કચેરી, ભુજ અને તેને સંલગ્ન પેટા તિજોરી કચેરીએ સરકારી લેવડ- દેવડના કામકાજ અર્થે સાંજે 6:10 સુધી અને 6:10 પછી પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.

નાણાંકીય વર્ષ 2020-2021ની સમાપ્‍તિને કારણે કામગીરીના ભારણ અને તિજોરી કચેરી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં અનુદાનોના વિનિયોગની ચૂકવણીની સરળતા તેમજ સરકારી બીલો/ચેક્સ ઇત્યાદી દ્વારા ખર્ચલક્ષી કામગીરીની સરળતા માટે જીટીઆર-2000ના નિયમ 305 અને તા.17/4/1998ના ઠરાવ અન્‍વયે આદેશ કરવામાં આવ્યો છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની (ભુજ, માંડવી, મુંદરા, અંજાર, ભચાઉ, ગાંધીધામ, નખત્રાણા, નલીયા, દયાપર શાખાઓ) અને બેંક ઓફ બરોડા રાપર સહિત સરકારી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ કરતી અનેક બેંકીંગ ટ્રેઝરી/સબ ટ્રેઝરી બીલ્સ/ચેક્સની લેવડ-દેવડ ચાલુ રાખવા સંબંધિત બ્રાંચ મેનેજર્સને ટ્રેઝરી ઓફિસરના પરામર્શમાં રહી 31/03/2021ના 6:10 અનેપછી પણ નાણાંકીય લેવડ-દેવડ માટે ચાલુ રાખવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો