તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટની સાથે સંક્રમણ વધ્યું:માર્ચ સુધી દર 200 ટેસ્ટ પર માત્ર 3 કેસની સામે હાલ 5 કેસ પોઝિટિવ આવી રહ્યાં છે

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગત વર્ષે સપ્ટેમ્બર સુધી સંક્રમણ દર 2 ટકાથી વધારે હતું જે ઘટ્યા બાદ હવે ફરી તે જ સ્થિતિ આવી ગયો - Divya Bhaskar
ગત વર્ષે સપ્ટેમ્બર સુધી સંક્રમણ દર 2 ટકાથી વધારે હતું જે ઘટ્યા બાદ હવે ફરી તે જ સ્થિતિ આવી ગયો
 • બીજી લહેરમાં ટેસ્ટ વધવાની સાથે સંક્રમણ પણ વધ્યું
 • એકલા એપ્રિલમાં અધધ 1.25 લાખ ટેસ્ટ કરાયા
 • માર્ચમાં સંક્રમણ દર માત્ર 0.63 હતું જે એપ્રિલમાં વધી 2.52 થયુ
 • 3 મેસ સુધી કચ્છમાં કુલ 5.22 લાખ ટેસ્ટ થયા, જે હવે ઘટાડવામાં આવી રહ્યા છે

દેશ અને રાજ્યની સાથે કચ્છ પણ કોરોનાની બીજી ઘાતક લહેરથી જજુમી રહ્યું છે. એક વર્ષમાં માત્ર 81 મોત સામે માત્ર એપ્રિલ માસમા જ 96 મોત થઇ ગયા હતાં. જે મોતનો સિલસિલો હજુ જારી છે. તેની બીજીબાજુ કેસો વધવા પાછળ ટેસ્ટ વધારવાનું પણ એક કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ ખરેખર તેવુ નથી. કારણ કે ટેસ્ટ વધવા છતાં સંક્રમણનું દર પણ વધી રહ્યો છે. હજુ માર્ચ 2021 સુકી કચ્છમાં સંક્રમણનું દર 1.36 ટકા હતું. જે હવે વધીને 2.71 ટકા થયું છે. એટલે કે પહેલા દર 200 ટેસ્ટ પર 3 લોકો પોઝિટિવ આવી રહ્યા હતા.

હવે આટલા જ ટેસ્ટમાં 5થી વધારે લોકો પોઝિટિવ આવી રહ્યાં છે. આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ફેબ્રુઆરીમાં કોરોનાની ઉલ્ટી ગણતરી લેખાતી હતી. સમગ્ર માસમાં માત્ર 157 કેસ જ નોંધાયા હતાં. જેના પગલે લોકો બેફિકર બન્યા હતા અને આ સમયે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે સંક્રમણ વધ્યું હતું. માર્ચમાં કેસ વધવાની શરૂઆત થઇ હતી. એપ્રિલમાં સ્થિતિ બેકાબુ બની હતી. કેસો વધવાની સાથે લોકોના મોત ટપોટપ થઇ રહ્યાં હતાં. મૃત્યુદરમાં તો કચ્છ દેશ અને રાજ્ય કરતા પણ આગળ છે, સ્થિતિ એટલી ખરાબ છે.

જોકે કેસો વધવા પાછળ ટેસ્ટ વધારાયા હોવાનું પણ એક કારણ બતાવાઇ રહ્યું છે. જોકે સંક્રમણ દરમાં પણ વધારો થયો છે. એટલે માત્ર ટેસ્ટ વધારતા કેસો વધ્યા હોય એવુ કહી શકીએ નહીં. કચ્છમાં માર્ચ2020થી 21 સુધી એક વર્ષની વાત કરવામાં આવે તો ત્યાં સુધી કુલ 3,66,830 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. તેની સામે એક વર્ષમાં કુલ 5019 કુલ કોરોના પોઝિટિવ કેસો આવ્યા હતાં. આમ સંક્રમણ દર માત્ર 1.36 હતું.

પરંતુ ત્યારબાદ એકલા એપ્રિલ માસમાં જ તંત્રએ અધધધ 1,25,230 જેટલા ટેસ્ટ કર્યા હતાં. જેની સામે આ મહિને રેકોર્ડ બ્રેક 3159 કેસ આવ્યા હતાં. એટલે કે સંક્રમણનું દર 2.52 ટકા નોંધાયુ હતું. આમ માર્ચ સુધી દર 200 ટેસ્ટ પર માત્ર 3 કેસો પોઝિટિવ આવી રહ્યા હતા તે એપ્રિલમાં આંકડો 5 કેસોએ પોહોંચ્યો હતો.

રેપિડ ટેસ્ટના આંકડા જાહેર કરાય તો સ્થિતિની ગંભીરતા ખ્યાલ આવે
​જોકે આ આંકડા માત્ર આરટીપીસીઆર ટેસ્ટ અને રીપોર્ટના છે. જિલ્લામાં રેપિડ ટેસ્ટના આંકડા તો જાહેર કરાતા જ નથી. વળી જે આંકડા જાહેર કરાય છે તે પણ શંકાસ્પદ છે. કચ્છના તંત્ર અને રાજ્ય સરકારના આંકડામાં પણ તફાવત છે. ત્યારે રેપિડ ટેસ્ટના આંકડા કઢાવવામાં આવે તો સંક્રમણનું દર ચોંકાવનારુ મળી શકે છે.

ચાલુ મહિને ટેસ્ટ ઘટાડાયા
રાજ્યના કોરોના ડેશબોર્ડના આંકડા સાચા માનિએ તો એપ્રિલમાં એક બાજુ દૈનિક સરેરાશ 4100 પ્રમાણે ટેસ્ટ થતા હતાં. પરંતુ હાલ મે માસના ત્રણ દિવસમાં અંદાજે 10217 જેટલા ટેસ્ટ કરાયા છે. એટલે કે દૈનિક 3400ની સરેરાશથી ટેસ્ટ કરાયા છે. આમ રાજ્યની સાથે કચ્છમાં પણ ટેસ્ટ ઘટાડાવમાં આવ્યા છે. જેના પગલે કેસ ભલે ઘટી ગયા હોય પરંતુ સંક્રમણ વધી ગયુ હોય તેવુ લાગે છે. કારણ કે આ ત્રણ દિવસમાં કુલ 517 કેસ પોઝિટિવ નોંધાયા છે. એટકલે દર 100 ટેસ્ટ પર 5 પોઝિટિવ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો