હેરાનગતી:પાસિંગની એપ બંધ રહેતા ભુજ-ગાંધીધામમાં 60 જેટલા વાહનોને ધરમનો ધક્કો પડયો

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર રાજયમાં દુવિધા : બપોર બાદ ફોટા પડવાનું જ બંધ થઇ જતા હેરાનગતી
  • સોમવારે ફરી વાહનોને આરટીઓ કચેરીએ ફિટનેસ કરાવવા આવવાનો વારો આવશે

સમગ્ર ગુજરાતની આરટીઓ કચેરીઓમાં વાહન ફિટનેસની કામગીરી ઓનલાઇન એપલીકેશનથી કરવામાં આવે છે. એમપરિવહન એપલીકેશનમાં ફોટા પાડયા બાદ જ ફિટનેસ સર્ટીફિકેટ ઇસ્યુ થાય છે ત્યારે ઓનલાઇન કામગીરીને કારણે શુક્રવારે સમગ્ર રાજયની સાથે કચ્છના ૬૦ ટ્રક ડ્રાઇવકોને હેરાનગતી થઇ હતી. બપોર પાછળ એપલીકેશનમાં ફોટા પડવાનું બંધ થઇ જતા સોમવારે બીજી વખત પાસિંગ માટે આવવાની ફરજ પડશે.

છેલ્લા દોઢેક માસથી પાસિંગની કામગીરી એમ-પરિવહન એપલીકેશનથી કરવામાં આવે છે ત્યારે ભુજ અને ગાંધીધામ આરટીઓની કચેરીમાં શુક્રવારે બપોરે એપલીકેશનમાં ફોટા પડવાનું બંધ થઇ ગયું હતું. ફોટા જ ન પડાતા પાસિંગની કામગીરી બંધ થઇ ગઇ હતી અને બપોરથી સાંજ સુધી વાહનો ખડકાયેલા રહ્યા હતા. ભુજ અને ગાંધીધામ કચેરીમાં ૩૦/૩૦ જેટલા વાહનો કલાકો સુધી ઊભા રહ્યા હતા. જો કે, સાંજ સુધી એપલિકેશન શરુ ન થતા વાહન ચાલકોને બીજી વખત કચેરીએ ધક્કો ખાવાની ફરજ પડશે. ઓનલાઇન કામગીરી શરુ કરી સુવિધા વધારવાને બદલે દુવિધા વધારી દેવામાં આવી છે અને લોકોને હેરાનગતી થઇ છે. બપોરથી સાંજ સુધી વાહનો ખડકાયેલા રહ્યા હતા.

ઓનલાઇનના બદલે કોઇ વિકલ્પ ન રખાતા હેરાનગતી
ઓનલાઇન કામગીરી કરવાની શરુ કરાઇ છે જ ઇન્ટરનેટ અને સર્વર પર આધારીત છે, અનેક વખતે નેટ અને સર્વરના ધાંધીય રહે છે ત્યારે ઓનલાઇન એપલિકેશન સિવાસ કોઇ વિકલ્પ પણ ન રખાતા હેરાનગતી વધવા પામી છે. એપલિકેશન કામ ન કરે તે દિવસે વૈકલ્પિક સુવિધા ઊભી કરાય જેથી કલાકો સુધી કચેરીમાં ખડકાયેલા રહેતા ટ્રાન્સપોર્ટ વાહનોની મુશ્કેલી ઓછી થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...