તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે 41 કેસ નોંધાયા છે. જે જિલ્લાના સેકન્ડ હાઈએસ્ટ છે.કચ્છ જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. આઠ દિવસ દરમિયાન જ જિલ્લામાં નવા 245 કેસ નોંધાઈ ચૂક્યા છે.
ભચાઊમાં રાત્રિ કફર્યૂ રાખવાનો સર્વાનુમતે નિર્ણય
સમગ્ર કચ્છની સાથે ભચાઉ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના બીમારીનો પગપેસારો દિનબદીન વધી રહ્યો છે ત્યારે મહામારી પર કાબુ મેળવવાના પ્રયાસ સ્વરૂપે આજે ગુરુવારે સાંજે ભચાઉ નગર પાલિકા ખાતે પ્રમુખ કલાવતીબેન ઉમિયાસંકર જોશીની અધ્યક્ષતામાં પોલીસ તંત્ર અને વેપારી મંડળની બેઠક મળી હતી જેમાં નગરની તમામ બજારો રાત્રીના આઠ વાગ્યા સુધીજ ખુલી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
જેમાં dysp ઝાલા, પીઆઇ કરંજીયા , વેપારી મંડળના પ્રમુખ હર્ષદ ઠકકર , પાલિકા ઉપ પ્રમુખ ભરતસિંહ જાડેજા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ અધિકારી ઝાલાએ આ બેઠકમાં નગરના તમામ વેપારી વર્ગ સાથે આમ પ્રજાને કોરોના માર્ગદર્શિકા નું પાલન કરવા ખાસ સૂચના આપી હતી અન્યથા દંડ ભરવા તૈયાર રહેવાની વાત પણ કરી હતી.
ભચાઉ રાત્રીના 8 વાગ્યા સુધી બંદ રહેવાના સમાચાર નગરમાં ફેલાઈ જતા મેડિકલ અને દૂધની ડેરી પર ગ્રાહકોની વિશેષ હાજરી જોવા મળી હતી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.