કચ્છમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે આજે 121 નવા કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને કુલ પોઝિટિવ એક્ટિવ કેસની સંખ્યા સદીને પાર કરી 367 પર પહોંચી જવા પામી છે. જોકે આ વચ્ચે રાહતની વાત એ છે કે 90 દર્દી સ્વસ્થ થતા ઘરે પરત ફર્યા છે.
આજે નોંધાયેલા કેસમાં ભુજ શહેર 19 ગ્રામ્ય 23. ગાંધીધામ શહેર 48. ગ્રામ્ય 2. અંજાર શાહેર 5 ગ્રામ્ય 6 કેસ, માંડવી ગ્રામ્ય 4. ભચાઉ 2. મુન્દ્રા શહેર 7 ગ્રામ્ય 2. નખત્રાણા ગ્રામ્ય 2. રાપર ગ્રામ્ય 1 સામે આવ્યા છે.
જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કેસની સંખ્યા કુલ 13445 અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 12976 એ પહોંચી છે. કુલ મૃત્યુ આંક 282 નોંધાયેલ છે. ઓમિક્રોનના કુલ 7 દર્દી સારવાર લઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.