સારવાર:ઘૂંટણ તથા થાપામાં શસ્ત્રક્રિયા કરીને કૃત્રિમ અવયવો મુકાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જી.કે.માં આયુષ્યમાન કાર્ડના 100 દર્દીની નિ:શુલ્ક સારવાર

ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ઘૂંટણ અને થાપાના 100 કૃત્રિ અવયવની નિ;શુલ્ક શસ્ત્રક્રિયા કરાઇ હતી. આયુષ્યમાન કાર્ડ ધારક દર્દીને તેનો લાભ મળ્યો હતો. આ અંગે નિષ્ણાંત ઓર્થો સર્જન ડો. વિવેક પટેલે કહ્યું કે, ઓપરેશન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આધુનિક કક્ષાનું ઓપરેશન થિયેટર છે. કરોડરજ્જૂ(સ્પાઇન)ના ઓપરેશન પણ કરવામાં આવતા હોવાનું સ્પાઇન નિષ્ણાંત ડો. ઋષિ સોલંકીએ જણાવ્યું હતું. ડોક્ટરોના જણાવ્યા અનુસાર મોટાભાગે વૃધ્ધોમાં ઘૂંટણની તકલીફ વધુ જોવા મળે છે.

કારણ કે, વૃધ્ધત્વને લીધે હાડકાં નરમ થવાથી તૂટવા લાગે છે. ઉપરાંત ઘૂંટણને જોડતા કાર્ટીલોઝ ઘસાઈ જાય અને હાડકાં પરસ્પર ઘર્ષણ પામે ત્યારે દર્દ થાય છે. ઘૂંટણના હાડકાં વિકૃત થઈ જાય ત્યારે આવી શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.

આવી પરિસ્થિતિમાં સર્જરી ખૂબ જ અગત્યની છે. પ્રત્યારોપિત કૃત્રિમ અવયવો ઓછામાં ઓછા 25 વર્ષ ચાલે છે. શિયાળાની ઋતુમાં હાડકાં અને તેમાય ખાસ કરીને ઘૂંટણના અને થાપાનાં હાડકામાં દૂ;ખાવાનું પ્રમાણ વધે છે. આવું થાય ત્યારે જાતે દવા લેવાને બદલે તબીબની સલાહ લેવી આવશ્યક છે.ઘૂંટણ અને થાપામાં કૃત્રિમ અવયવના પ્રત્યારોપણની મોંઘીદાટ શસ્ત્રક્રિયા આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ માટે વિના મૂલ્યે કરાતી હોવાથી તેનો લાભ લેવા હોસ્પિટલના સંચાલકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...