તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નિખિલ દોંગાને ભુજની હોસ્પિટલમાં દાખલ થવામાં મદદગારી કરનારા હોસ્પિટલના કર્મચારીની ધરપકડ

ભૂજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિખિલને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામા મદદગારી કર્યાનો આરોપ

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલા નિખિલ દોંગાના પ્રકરણમાં હવે જી.કે. જનરલ હોસ્પિટલના એક કર્મચારીની સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરવામા આવી છે.

જી.કે. જનરલ હોસ્પિટલમાં મેડીકલ રેકોર્ડ ડેટામાં મેનેજર ઓન ડ્યુટી તરીકે ફરજ બજાવતા વિજય સાંઘાણી નામના કર્મચારીએ કચ્છની પાલારા જેલમાં બંધ નિખિલ દોંગાને હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામા મદદગારી કરી હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે વિજય સાંઘાણીની પૂછપરછ કરતા તેને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે તેની વિધિવત અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભુજની પાલારા જેલમાંથી સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થઈ ફરાર થયેલા નિખિલ દોંગા અને તેના સાગરિતોને પોલીસે ઉત્તરાખંડના નૈનિતાલથી ઝડપી પાડ્યા હતા. પોલીસ જાપ્તામાંથી નિખિલ દોંગાના ફરાર થવાના પ્રકરણમાં મદદગારી કરનારા કુલ 9 વ્યકિતની ધરપકડ કરી ચૂકી છે.

સદર ગુનાની તપાસના કામે મજકુર આરોપીને આજ રોજ નામદાર ભુજ કોર્ટમાં રજુ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો