તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:આર્મી જવાન અને તેની પત્નીનું વતન આવતા સમયે રાજસ્થાનમાં અકસ્માતમાં મોત, બાળકનો ચમત્કારિક બચાવ

માંડવી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનમાં આર્મી જવાન અને તેમના ધર્મપત્નીનું અકસ્માતમાં મોત થયું છે - Divya Bhaskar
રાજસ્થાનમાં આર્મી જવાન અને તેમના ધર્મપત્નીનું અકસ્માતમાં મોત થયું છે
  • માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામનો આર્મી જવાન જમ્મુમાં ફરજ પર હતો
  • પીએમ કરીને બંનેના મૃતદેહોને આજે સાંજે વતનમાં અંતિમ સંસ્કાર કરાશે

માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામનો આર્મી જવાન પત્ની અને પુત્ર સાથે વતન માંડવી આવી રહ્યો હતો. જો કે તેમની કારને ગુજરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે અકસ્માત નડ્યો હતો. જેમાં આર્મી જવાન અને તેની પત્ની એમ બંનેનાના મોત થયા હતા. જો કે ચમત્કારિક રીતે 5 વર્ષના બાળકનો બચાવ થયો હતો.

મોડી રાતે ગજરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો
મોડી રાતે ગજરાજ ટ્રાવેલ્સની લકઝરી બસ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો

નેશનલ હાઈવે 52 પર અકસ્માત નડ્યો
દિવાળીના તહેવારોમાં જમ્મુથી વતન આવતી વેળા માંડવીના મોટા ભાડિયાનો આર્મી જવાન અને તેની પત્નીને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાનના નેશનલ હાઈવે 52 હિસાર સાદુલપુર ટોલનાકાથી આગળ ગુજરાજ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં વિરમભાઈ ગઢવી અને તેમના ધર્મપત્ની કમશ્રીબેન ગઢવીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતમાં આર્મી જવાનની કાર બુકડો બોલી ગઈ હતી
અકસ્માતમાં આર્મી જવાનની કાર બુકડો બોલી ગઈ હતી

પોસ્ટમોર્ટમ બાદ બંનેના મૃતદેહને વતન લવાઈ રહ્યો છે
જમ્મુથી પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માટે આવતા હતા ત્યારે કરુણાંતિકા સર્જાઈ હતી અને આર્મી જવાનનું પત્ની સાથે માર્ગ દુર્ઘટનામાં મોત થયું હતું. જેથી બંનેનું સ્થાનિક હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને બંનેના મૃતદેહોને વતન લાવવામાં આવી રહ્યા છે. સાંજે પત્ની સાથે આર્મી જવાનના સૈનિક સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

5 વર્ષનો દીકરો અનાથ બન્યો
વતન આવતી વેળા અકસ્માતમાં આર્મી જવાનનું પત્ની સાથે મોત થતાં 5 વર્ષીય બાળક અનાથ થયો હતો. અકસ્માતમાં ચમત્કારિક રીતે તેનો બચાવ થયો હતો. સ્થાનિક પોલીસે કારમાં આર્મી જવાનનો મોબાઈલ ફોન મળતા તેમણે પરિવારજનોને અકસ્માતની જાણ કરી હતી.

(તસવીર અને માહિતી: સુરેશ ગોસ્વામી, માંડવી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો