તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારી તીજોરીને કચ્છે છલકાવી:એપ્રિલ-મેની GST આવકમાં 192%નો જંગી વધારો

ભુજ11 દિવસ પહેલાલેખક: સંદીપ દવે
  • કૉપી લિંક
  • બીજી કોરોના લહેરએ જીએસટી પર અસર ના કરી, એપ્રીલમાં અત્યાર સુધી સૌથી વધુ 228.48 કરોડની આવક નોંધાઈ

મહામારીની મારે આખા અર્થતંત્રની કમર ભલે તોડી નાખી હોય પણ સેન્ટ્રલ જીએસટીની આવકમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. ગયા બે મહિના એપ્રીલ અને મે'2021માં કુલ 404 કરોડની આવક સરકારી તીજોરીમાં થઈ છે, જે ગયા વર્ષેના એપ્રીલ, મે'20ની સરખામણીએ 266 કરોડ વધુ છે. 192%નો આ જંગી ઉછાળો જીએસટીની બદલાયેલી નીતિઓ અને મહતમ સ્તરે કવર કરવાના પ્રયાસોના કારણે થયો હોવાનું તજજ્ઞોનો મત છે.

કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ ખાતે બેસતી સેન્ટ્રલ જીએસટીના કચ્છ આયુક્તએ રાજકોટથી અલગ થયાના 9 વર્ષેથી દર વર્ષે સરેરાશ 150કરોડ જેટલી આવકમાં વૃદ્ધી દાખવી રહી છે. પરંતુ ગયા વર્ષેથી શરૂ થયેલી મહામારી કોરોના અને ઔધોગિક ગતીવીધી પર પડેલી ઉંડી અસરના કારણે સરકારી તીજોરીઓમાં આવકમાં ઘટાડો થશે તેવો અંદેશો સેવાઈ રહ્યો હતો. પરંતુ તેનાથી ઉલટ સેન્ટ્રલ જીએસટીમાં આવકની વૃદ્ધીની નીરંતરતા બરકરાર જોવા મળી છે. આ વર્ષે જ્યારે કચ્છ સહિત આખો દેશ કોરોનાની બીજી ભીષણ લહેરનો સામનો કરી રહ્યો હતો, તે એપ્રીલ'21માં કચ્છ આયુક્તમાં અત્યાર સુધીના ઈતિહાસમાં એક મહિનામાં થયેલી સર્વાધિક આવક 228.48 કરોડ નોંધાઈ છે. તો એપ્રીલ, મે બંન્ને મહિનાઓની ગત વર્ષેની તુલના 192.19% જેટલો જંગી વધારો આવકમાં જોવા મળ્યો છે. આર્થિક ક્ષેત્રના જાણકારો આ ટ્રેન્ડને હકારાત્મક ગણાવીને અર્થતંત્રને પહેલી વેવની સરખામણીએ બીજી લહેરમાં ઓછો પ્રભાવ પાડવામાં સફળતા મળી હોવાની રીતે જોઈ રહ્યા છે.

આવકવેરાની માહિતીના આધારે ટ્રાન્સપોર્ટની 3000 પેઢીને શો કોઝ નોટિસ ઈશ્યુ કરાયા
સરકાર દ્વારા રેવન્યુ સબંધીત વિભાગોમાં કરાયેલા આંતરીક સંકલન અને માહિતીના આદાન પ્રદાન બાદ તેની અસર દેખાતી શરૂ થઈ ગઈ છે. આવકવેરા વિભાગમાંથી જીએસટી વિભાગને શેર કરાયેલા ડેટા અનુસાર તેનું પ્રુથ્થકરણ કરીને તેમાંથી તારવેલી માહિતીઓ અનુસાર 3 હજાર ટ્રાન્સપોર્ટ પેઢી (જીટીએ)ને શો કોઝ નોટિસ છેલ્લા છ મહિનાના ગાળામાં આપવામાં આવી છે.

બન્ને સમયગાળાના આવકની સરખામણી

મહિનોકરદાતા સંખ્યાઆવક (કરોડમાં)મહિનોકરદાતા સંખ્યાઆવક (કરોડમાં)
એપ્રીલ’2043433.83એપ્રીલ’213873228.48
મે ‘ 201313104.59મે’ 212035175.97
અન્ય સમાચારો પણ છે...