તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આર.ટી.ઓ. કચેરીની કામગીરી:વાહન અને લાયસન્સની કામગીરી માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ ખાલીખમ

ભુજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • થોડા સમય અગાઉ એક એક માસની તારીખ અરજદારોને મળતી હતી
 • હાલ અરજી કર્યાના બીજા દિવસે જ એપોઇન્ટમેન્ટ સ્લોટમાં બુકિંગ થઇ શકે

લોકડાઉન બાદ જુલાઇ માસથી આર.ટી.ઓ. કચેરીની કામગીરી શરૂ કરાઇ હતી. છ માસ સુધી કચેરી બંધ રહેતા કામગીરીનું ભારણ વધ્યું હતું, એ વચ્ચે સરકારે એપોઇન્ટમેન્ટ સીસ્ટમ લાગુ કરી દીધી હોવાથી અરજદારોને દોઢ માસની તારીખ મળતી હતી. જો કે, હાલ એપોઇન્ટમેન્ટ સ્લોટ ખાલીખમ પડયા હોવાથી અરજી કર્યાના બીજા દિવસની એપોઇન્ટમેન્ટ મળી જતી હોય છે. કોરોના મહામારીમાં વાયરલ ન ફેલાય તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે આર.ટી.ઓ.ની કામગીરીમાં એપોઇન્ટમેન્ટ અને વિન્ડો સિસ્ટમ લાગુ કરી દેવાઇ છે.

કચેરી જુલાઇ માસમાં ખુલી ત્યારથી જાન્યુઆરી સુધી કામગીરીનું ભારણ વધારે રહ્યું હતું. છ માસ સુધી આર.ટી.ઓ. બંધ રહેતા વાહન તેમજ લાઇસન્સની કામગીરીમાં ભરાવો થયો હતો. અરજદારોને એક એક માસની એપોઇન્ટમેન્ટ મળતી હતી અને જો એ દિવસે કાગળો જમા ન કરાવે તો ફરીથી એપોઇન્ટમેન્ટ લેવી પડતી જેની તારીખ પણ 15 દિવસે મળતી હતી. જો કે, હાલ એપોઇન્ટમેન્ટ સ્લોટ ખાલીખમ પડયા હોવાનું જાણવા મળ્યું છે.

નામ ટ્રાન્સફર, હાઇપોથીકેશન એડિશન તેમજ હાઇપોથીકેશન ટર્મિનેટ સહિતની વાહનની કામગીરી માટે અરજી કર્યાના બીજા જ દિવસની તારીખ મળી જાય છે. તો લાઇસન્સની કામગીરી માટે એ જ દિવસની એપોઇન્ટમેન્ટ મળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો