કચ્છમાં ગ્રામપંચાયતની ચૂંટણી:જિલ્લા, તાલુકા અાચારસંહિતા નોડલ અધિકારીઓની નિમણૂક

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

તા.19-12ના કચ્છની 400થી વધુ ગ્રામપંચાયતોના સરપંચ અને સભ્યો માટેની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઅો શરૂ કરી દેવાઇ છે અને જિલ્લા તેમજ તાલુકા અાચારસંહિતા નોડલ અધિકારીઅોની નિમણૂક કરવામાં અાવી હતી.

જનસંપર્ક અધિકારી નિરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કચ્છમાં ગામના પ્રથમ નાગરિકને ચૂંટણી કાઢવા માટે તા.19-12ના બેલેટ પેપરથી મતદાન થશે. તા.22-11ના જાહેરનામું બહાર પડવાની સાથે અાચારસંહિતા શરૂ થઇ છે અને તેની અમલવારી માટે જિલ્લા કક્ષાના નોડલ અધિકારી તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નિમણૂક કરવામાં અાવી છે. લખપત અને ગાંધીધામ તાલુકામાં નોડલ અધિકારી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ અન્ય 8 તાલુકામાં તાલુકા નોડલ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં અાવી છે. વધુમાં સંબંધિત પ્રાંત અધિકારીઅો દ્વારા સ્ટાફની નિમણૂક તેમજ ચૂંટણી સંબંધિત અન્ય કામગીરી કરવામાં અાવશે.

અત્રે નોંધનીય છે કે, કચ્છમાં સરપંચોનું જયારથી રોટેશન જાહેર કરાયું છે ત્યારથી અેટલે કે, ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થઇ ન હતી ત્યારથી જ ચૂંટણીને લઇને ગરમાવો અાવી ગયો હતો.

જિલ્લામાં અત્યારથી ખાટલા બેઠકો શરૂ થઇ છે અને કાવાદાવા સાથે લોકોને મનાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. તો વળી કયાંક ચૂંટણી ન કરી સમરસ ગ્રામપંચાયત માટેના પ્રયાસો વિવિધ સમાજના મોવડીઓએ આદર્યા છે.

અન્ય સમાચારો પણ છે...