તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાપર અને ભચાઉ તાલુકાની વીજ કચેરીઓમા સ્ટાફ ઘટના કારણે લોકો તેમજ ખુદ કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાય છે તેવી રજૂઆત ઉર્જામંત્રી સહિત ઉચ્ચકક્ષાએ કરતાં રાપરના ધારાસભ્યે સમસ્યાના ઉકેલ માટે તમામ કચેરીમાં તાત્કાલિક પૂરતો સ્ટાફ નીમવાનીમાગ કરી છે.રાપર અને ભચાઉ તાલુકાના વિશાળ વિસ્તાર તેમજ મોટી સંખ્યામાં રહેલી વસ્તીની દ્રષ્ટિએ ખુબ જ ઓછી સંખ્યા સાથે પીજીવીસીએલ કચેરી ખાતે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. રાપર, ભીમાસર, ભચાઉ, અને સામખિયાળી ખાતેની કચેરીમાં સ્ટાફની ઘટ સતત ઘણા સમયથી વર્તાઇ રહી છે જેના કારણે દરેક ઓફિસમાં ગ્રાહકોની લાંબી લાઇન લાગે છે. હાલની સ્થિતિએ કોરોનાની મહામારીના કારણે ઓફિસ સ્ટાફ સહિત ગ્રાહકો પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ગ્રાહકો દુર દુરથી કચેરી ખાતે આવે છે પણ ઓછા સ્ટાફને કારણે કામની રાહમાં ઘણીવાર લોકોને પોતાના ઘરે જવા માટે બસ અને ખાનગી વાહન પણ મળતા નથી. આમ પુરતો સ્ટાફ ન હોવાના કારણે લોકો તેમજ વીજ કર્મચારીઓને દરરોજ ભારે મુસીબત અને હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતને તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ સત્વરે રાપર વિધાનસભા હેઠળ આવતી તમામ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની કચેરીઓમાં જરૂરી પુરતા સ્ટાફની નિમણુક કરવા રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ માગ કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.