તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેંચાણ સંઘની સભા:જંતુનાશક દવા, રાસાયણિક ખાતરના વેંચાણ માટે ડિગ્રીધારીની નિમણૂક કરો

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘની સભા મળી

કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘ લી.-ભુજની 48મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરાઇ હતી.

સંસ્થાના ચેરમેન રામજી એસ. ચાવડાના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં ઉપસ્થિત લોકોએ નિયમો પ્રમાણે જંતુનાશક દવા, રાસાયણિક ખાતરના વેંચાણ માટે માન્ય ડિગ્રીધારીની નિમણૂક કરવા જણાવ્યું હતું. કચ્છમાં દવા, ખાતરનું વેંચાણ કરતી સહકારી મંડળીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ડિગ્રીધારી કર્મચારીનો આર્થિક બોજ વહન કરી શકે નહીં. સરહદ ડેરીના ચેરમેન વલંમજી હુંબલે સહકારી ક્ષેત્રને મજબૂત કરવા, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાના વેંચાણ માટે ડિગ્રીધારી કર્મચારીની નિમણૂક અને સહકારી ક્ષેત્રના પ્રશ્નો સરકારમાં રજૂ કરવાની ખાતરી આપી હતી.

આ તકે સંસ્થાના ઉપપ્રમુખ વેસલજી એમ. તુંવર, માનદમંત્રી લાલજી એચ. રામાણી સહિતના મહેમાનોનું સન્માન સંસ્થાના ડાયરેક્ટરોએ કર્યું હતું. જમીન વિકાસ બેંકના ડાયરેક્ટર સુરેન્દ્ર કે. પોકાર, ગણેશા જોસરફાળ, શંકર રબારી, વ્યાસ માલારામ ગોરડિયા, અનિરૂધ્ધસિંહ પી. જાડેજા, ભુરાભાઇ આલા વરચંદ, શામજી આશા ડાંગર, જશવંત ડી. પટેલ, શામજી રાણા આહીર, સંસ્થાના મેનેજર બિનલ લાલપુરા તેમજ ભરત જોષી,પ્રકાશ મહેતા, જયંતી ભાનુશાલી વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો