તંત્ર:ખરીફ પાકમાં નુકસાન અંગે આઇ પોર્ટલ પર અરજી કરવી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક જ વર્ષ માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી

ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા નુકશાન માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રારંભ કરી છે. ખરીફ ઋતુમાં PMFBY યોજનામાં પ્રીમીયર દર વધારે હોવાથી ખેડૂતોના હિત જળવાશે તે માટે આ યોજના અમલી કરાઇ છે. માત્ર આ નાણાંકી વર્ષ માટે આ અમલી યોજનાનો લાભ લેવા મેળવતા લાભાર્થીઓએ આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આ યોજના હેઠળ અનાવૃષ્ટિમાં સિંચાઇ વિભાગના કમાન્ડ વિસ્તાર સિવાયના વિસ્તારમાં 21 ઓગસ્ટ સુધી બે વરસાદ વચ્ચે ચાર હઠવાડીયા સુધી બિલકુલ વરસાદ ન પડે અને પાકને નુકસાન થાય તો બીજી બાજુ મહેસુલી તાલુકા રેઇન ગેજ મુજબ અતિવૃષ્ટિ માટે 48 કલાકમાં 25 ઇંચ કે તેથી વધુ વરસાદ પડતા, કમોસમી વરસાદમાં 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી સળંગ 48 કલાકમાં 50 મી.મી. થી વધુ વરસાદ પડે તો આ સહાય મળવા પાત્ર છે. 33 થી 60 ટકા નુકસાન માટે રૂપિયા 20 હજાર તથા 60 ટકાથી વધારે નુકસાન માટે 25 હજાર રૂપિયા મળવા પાત્ર છે. જેની મર્યાદા 4 હેક્ટર છે.

અન્ય સમાચારો પણ છે...