તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિસાન પરિવહન યોજના:કિસાન પરિવહન યોજનામાં ખેડૂતો પાસે અરજી મગાવાઇ

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતો ભાર વાહક ફોર વ્હીલરની ખરીદી માટે ઓનલાઇન અરજી તા.31મી જાન્યુઆરી સુધી કરી શકશે. કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝનાં ચાર પૈડા વાળા અને 600 કિ.ગ્રા.થી 1500 કિ.ગ્રા. સુધીનું ભાર વહન કરવાની ક્ષમતા ધરાવતા ફોર વ્હીલર વાહન ખરીદવા માટે નાના, સીમાંત, મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના ખેડૂતો ને 35% અથવા રૂ.75000/- અને અન્ય ખેડૂતોને 25% અથવા રૂ.50000/- સુધીની સહાય મળવાપત્ર છે. જેની ત્રીજા તબક્કાની ઓનલાઇન અરજીઓ કરવા માટે તા.31/01/2021 સુધી પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતો તા.31-1 સુધી www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે.

કચ્છના ખેડૂતોએ ગ્રામપંચાયત ખાતેના વી.સી.ઇ. મારફતે અથવા ઇન્ટરનેટ મારફતે પોર્ટલ પર ઓનલાઇન અરજી કરીને અરજદાર ખેડૂતોએ સહી કરેલા ઓનલાઇન અરજીપત્રકની પ્રિન્ટ આઉટ, 7/12ની નકલ, 8-અ ની નકલ, આધારકાર્ડ સાથે લિંક હોય તેવા પોતાના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક સહિતના જરૂરી દસ્તાવેજો સત્વરે ગ્રામ સેવક અથવા જે તે તાલુકાના અમલીકરણ અધિકારી (ખેતી)ની કચેરીને સાધનિક કાગળો સાથે ઓનલાઇન અરજી કર્યાના દિન–7માં આપવાના રહેશે. કચ્છ જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો