• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Applications Are Invited For 280 Honorary Home Guard Posts In Kutch District, Applications Can Be Submitted Till October 30.

હોમગાર્ડમાં ભરતી:કચ્છ જિલ્લામાં માનદ હોમગાર્ડ 280 જગ્યા માટે અરજીઓ મગાવવામા આવી, 30 ઓકટોબર સુધી અરજી કરી શકાશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજ વિસ્તાર માટે મહિલાઓ પણ અરજી કરી શકે છે

જિલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડઝ કચેરી, પશ્ચિમ કચ્છ-ભુજ તાબાના 10 યુનિટો ખાતે પુરૂષ અને મહિલા હોમગાર્ડઝની ભરતી માટે 30મી ઓકટો-2021 સુધી અરજી કરવા અરજદારોને તંત્ર દ્વારા ઇજન જાહેર કરવામાં આવ્યું છે.

આ માટે હોમગાર્ડઝ દળની વેબસાઇટ http://homeguards.gujarat.gov.in પરથી વિગતો મેળવી લેવાની રહેશે.અરજીપત્રક વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી ચેકલીસ્ટમાં જણાવેલ લાયકાત, આધાર પુરાવા વગેરે ધ્યાને લઇ આગામી તા.22મી ઓકટો થી તા.30મી ઓકટો. સુધીમાં કચેરીના કામકાજના સમય દરમ્યાન જે તે સ્થાનિક હોમગાર્ડઝ યુનીટ ખાતે મોકલી આપવાના રહેશે.

ભરતી માટે ભુજ પુરૂષ-65 તેમજ મહિલા-23 કુલ-88, કેરા માટે પુરૂષ-20 અને મહિલા-0 કુલ-20, કુકમા પુરૂષ-25 અને મહિલા-0 કુલ-25, નખત્રાણા માટે પુરૂષ-25 અને મહિલા-0, માંડવી પુરૂષ-20 તથા મહિલા-0 કુલ-20, મુન્દ્રા પુરૂષ-20 અને મહિલા-0 કુલ-20, નલીયા પુરૂષ-30 અને મહિલા-0 કુલ-30, કોઠારા પુરૂષ-30 તથા મહિલા-0 કુલ-30, દયાપર પુરૂષ-10 અને મહિલા-0 કુલ-10, પાન્ધ્રો પુરૂષ-12 તેમજ મહિલા-0 કુલ-12 આમ, જિલ્લામાં કુલ 257 પુરૂષ અને 23 મહિલા થઇ કુલ 280 જગ્યાની ભરતી માટે અરજી કરવા ઈન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ, ભુજ પશ્ચિમ કચ્છ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...