પ્રોત્સાહન:રાષ્ટ્રીય યુવા એવોર્ડ માટેની મુદત પૂર્ણ થવા ટાંકણે અરજીઓ મંગાવાઇ

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોર્મ ભરવાની છેલ્લી તા.19 ને અધિકારી જાગ્યા તા.17ના
  • યુવાનો અને સેવાભાવી સંસ્થાઓને પ્રોત્સાહન પૂરું પડાશે

દર વર્ષે સરકાર દ્વારા રમત ગમત સહિત વિવિધ ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત યુવાનોને નવાજવા માટે રાષ્ટ્રીય યુવા અેવોર્ડ અપાય છે પરંતુ નવાઇની વાત તો અે છે કે, અા અેવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તા.19-11 છે અને કચ્છના યુવા વિકાસ અધિકારીઅે તેની યાદી તા.17-11ના જાહેર કરી છે.

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ 2019-20ના “રાષ્ટ્રીય યુવા એવોર્ડ” માટે તા.5-11-21થી તા.19-11-21 સુધીમાં http://innovate.mygov.in/national-youth-award-2020/ પર અરજી મંગાવાઇ છે. આ એવોર્ડ જિલ્લાના 15થી 29 વર્ષની વય મર્યાદા ધરાવતા યુવાઓને તથા સેવાભાવી સંસ્થાઓને રાષ્ટ્રીયના વિકાસ તથા સામાજિક સેવાઓમાં સિદ્ધિ મેળવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાના અાશય સાથે અપાય છે. વ્યક્તિ તથા સંસ્થાઓને સામાજિક સેવાઓ જેવી કે સ્વાસ્થ્ય, શોધ અને નવીનીકરણ, સાંસ્કૃતિક વારસો, માનવાધિકારનો પ્રચાર, કલાને સાહિત્ય, પ્રવાસ, પરંપરાગત ઓષધીઓ, સક્રિય નાગરિકતા, સમાજ સેવા, રમત ગમત તથા સ્માર્ટ શિક્ષણ પ્રવૃતિઓ માટે અા અેવોર્ડ અપાય છે. જો કે, જિલ્લા યુવા વિકાસ અધિકારી, ભુજ-કચ્છ જાણે અત્યાર સુધી ઘોર નિંદ્રામાં હોય તેમ રાષ્ટ્રીય યુવા અેવોર્ડ માટેની અરજી કરવાની છેલ્લી તા.19-11 છે અને તેમના દ્વારા તેની યાદી તા.17-11ના બહાર પાડવામાં અાવી છે.

અન્ય સમાચારો પણ છે...